સુરતના વરાછા વિસ્તારમાં રાત્રી કરફ્યુનો ફાયદો ઉઠાવી ચોરોએ હીરાના કારખાનામાં કરી ચોરી- જુઓ CCTV ફૂટેજ

સુરત કેજે હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. ત્યારે સુરતમાં અવારનવાર હીરાની ચોરી થતી હોય છે ત્યારે  હજુ એક એવો જ એક કિસ્સો સુરતના વરાછા વિસ્તાર…

સુરત કેજે હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. ત્યારે સુરતમાં અવારનવાર હીરાની ચોરી થતી હોય છે ત્યારે  હજુ એક એવો જ એક કિસ્સો સુરતના વરાછા વિસ્તાર માંથી સામે આવી રહ્યો છે. વરાછા ચોકસી બજારમાં આવેલી સહજાનંદ હેડ ઓફિસમાં ચાર દિવસ અગાઉ કામે લાગેલો રત્ન કલાકાર હીરાનું પડીકું લઈ છૂમંતર થયો છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ કરી છે. તેમાં રત્ન કલાકાર ઓફીસમાં પ્રવેશીને હીરાના પડીકા શોધવાનું શરૂ કરે છે. હીરાના પડીકા હાથમાં લેતાંની સાથે જ તે ઓફિસ બંધ કરીને ફરાર થઈ જાય છે.

વરાછાના વિસ્તારમાં હીરાના કારખાનામાં 4 જ દિવસથી કામ પર રાખેલ કારીગર કારખાનામાંથી 50 હજારના હીરા લઈને ફરાર થઇ ગયો હતો. આ અંગે કારખાનાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

સુરતના ખોલવડ ખાતે રહેતા દિલિપકુમાર લાભશંકરભાઇ ઓઝા વરાછા ચોકસી બજાર ખાતે હીરાનું કારખાનું છે. તેઓને ત્યાં ચાર દિવસ પહેલા જ મૂળ મધ્યપ્રદેશ નો વતની પવનસિંગ ઉર્ફે બંટીસિંગ સુબારામ બનીયા નામનો કારીગર નોકરી પર આવ્યો હતો.

તે દરમિયાન 10 જુનના રોજ કારીગર કારખાનામાં આવેલી ઓફીસના ટેબલ ખાના તોડી તેમાંથી 50 હજારની કિંમતના હીરા ચોરી કરી ભાગી ગયો હતો. બીજા દિવસે આ અંગે માલિકને જાણ થઇ ત્યારે તેને સીસીટીવી કેમેરા ચેક કાર્ય હતા. જેમાં કારીગર હીરાચોરી કરતા જોવા મળ્યો હતો. જેથી આ મામલે તેઓએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *