બોલીવુડના કલાકાર આખા વર્ષમાં નથી કમાતા એટલું એકજ ફિલ્મમાં કમાઈ લે છે સાઉથનો આ હીરો

TrishulNews.com
Loading...

30 ઓગસ્ટના રોજ પ્રભાસની ફિલ્મ ‘સાહો’ રિલીઝ થવાની છે. આ ફિલ્મથી શ્રદ્ધા કપૂર તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી રહી છે. સુજીતની આ ફિલ્મને વર્ષ 2019ની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવે છે. આ પાવર પેક્ડ થ્રિલર ફિલ્મ માટે પ્રભાસને બહુ મોટી ફી મળી હોવાની હાલમાં ચર્ચા થઈ રહી છે.

100 કરોડ મળ્યાં હોવાની ચર્ચા


Loading...

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવામાં આવ્યું છે કે, પ્રભાસને આ ફિલ્મ માટે મેકર્સે મસમોટી રકમ આપી છે. પ્રભાસને આ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાની ફી મળી હોવાની ચર્ચા છે. જો આ વાત સાચી હોય તો પ્રભાસ ભારતનો સૌથી મોંઘો એક્ટર બનશે. તે રજનીકાંત, સલમાન ખાન, અક્ષય કુમાર તથા શાહરુખ ખાનને હાઇએસ્ટ પેડ એક્ટરની યાદીમાં ક્યાંય પાછળ મૂકી દેશે. પહેલાં એમ કહેવામાં આવતું હતું કે પ્રભાસને ‘સાહો’ના રિલીઝ બિઝનેસનો 50 ટકા હિસ્સો મળશે. જોકે, આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

trishulnews.com ads

શ્રદ્ધા કપૂરને સાત કરોડ મળ્યાં હોવાની શક્યતા

શ્રદ્ધા કપૂરની સાઉથ ઈન્ડસ્ટ્રીની આ પહેલી ફિલ્મ છે. તેને સાત કરોડ રૂપિયાની ફી મળી હોવાની ચર્ચા છે.

બે ગીતો અને ટીઝર રિલીઝ થઈ ચુક્યું છે.

‘સાહો’ના બે ગીતો તથા ટીઝર રિલીઝ થઈ ચૂક્યા છે. આ ફિલ્મમાં શ્રદ્ધા પોલીસના રોલમાં છે. ચાહકોને ફિલ્મમાં પ્રભાસ તથા શ્રદ્ધા કપૂરની કેમિસ્ટ્રી ઘણી જ પસંદ આવી છે. ફિલ્મમાં મંદિરા બેદી, નીલ નીતિન મુકેશ, જેકી શ્રોફ તથા ચંકી પાંડે છે. આ ફિલ્મ પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. જોકે, પછી આ ફિલ્મને 30 ઓગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...