તો શું ખરેખર ગઈકાલે પણ પેપરલીક થયું હતું? વોટ્સએપ ના સ્ક્રીનશોટ આવ્યા સામે- જુઓ અહી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગયા રવિવારે 29507 પરીક્ષાર્થીઓએ બિનસચિવાલય કલાર્કની પરિક્ષા આપી હતી. તે દરમિયાન સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં 3 વર્ગમાં પરીક્ષાર્થીઓને સીલ તોડેલા કવર સાથે પેપર…

સુરેન્દ્રનગર જિલ્લામાં ગયા રવિવારે 29507 પરીક્ષાર્થીઓએ બિનસચિવાલય કલાર્કની પરિક્ષા આપી હતી. તે દરમિયાન સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં 3 વર્ગમાં પરીક્ષાર્થીઓને સીલ તોડેલા કવર સાથે પેપર આપવામાં આવતા પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો.

સાથે-સાથે પરીક્ષાર્થીઓએ આ કોલેજમાંથી પેપર લીક કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હંગામો મચાવી દીધો હતો. 150 થી વધુ ઉમેદવારોના સમર્થનમાં કોંગ્રેસ અને એન.એસ.યુ.આઇ.ના સભ્યો પણ મેદાનમાં ઉતરી આવ્યા હતા. અને કોલેજના સંચાલકો સામે સુત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કરવા લાગ્યા હતા.

આ મામલાને શાંત પાડવા માટે ત્યારે જ ત્યારે પોલીસ પણ બોલવામાં આવી હતી. અને અમુક જવાબદાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

કોલેજના પ્રિન્સીપાલ: ડો. દિપક વાજાણી– પેપર આપવામાં આવ્યુ ત્યારે બેગ ખુલેલી હતી તે વાત સાચી છે. પરંતુ પેપર લીક થયુ નથી. તેમ છતા કોણે બેગ વહેલી ખોલી તેની સીસી ફુંટેજને આધારે તપાસ કરીશુ.

અમે કોમર્સ કોલેજમાં બનેલી ઘટના બાબતે તપાસ કરતા એવી વિગતો મળી છે કે કોલેજમાં પ્રિન્સીપાલની ચેમ્બરમાં પેપર ગયા ત્યા સુધી સીલ મારેલુ હતુ. પરંતુ ત્યાથી વર્ગખંડમાં જતા કવર ખોલેલુ છે. તેમાં ઉપરનું કાળુ કવર ખોલેલુ છે પરંતુ અંદરનું ખાખી કવાર સીલપેક જ છે. આથી પેપર લીક થયુ ન હોય. તેમ છતા આ બાબતે તપાસ થશે.કસુરવાર સામે કાર્યવાહી કરીશુ. – એન.ડી.ઝાલા, એડિશનલ કલેકટર

ગોસાઇ દિનેશપુરી, પરીક્ષાર્થી: પરીક્ષા સમય પ્રમાણે વહેલી શરૂ કરાઇ હતી અને અમારા હાથમાં પેપર આવ્યા ત્યારે તેના સીલ પણ તૂટેલા હતા આથી અમો પરીક્ષા ન આપીને વિરોધ સાથે બહાર નીકળી ગયા હતા.

વાણીયા દેવેન્દ્રભાઈ, પરીક્ષાર્થી: પરીક્ષા 12 વાગ્યાના બદલે 11 કલાક ને 40 મીનીટે શરૂ કરાઇ હતી. નંબર પ્રમાણે મારી પાસે પણ આવેલું પેપરનું સીલ તૂટેલુ હતું. ત્યારે મે મેડમને તો તેમણે કહ્યુ કે, સીલ નીચેથી જ તૂટેલુ આવ્યુ છે.

ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ પરિક્ષા વિવાદમાં મુકાઇ છે. ત્યારે આજે લેવાયેલી બિનસચિવાલયની પરીક્ષાના વોટ્સએપ સ્ક્રીન શોટ્સમાં જવાબ ફરી રહ્યાં છે. પેપરનો ટાઈમિંગ અને વોટ્સએપનો ટાઈમિંગ એક સરખા છે. 12 વાગ્યે પેપર શરૂ થયું અને 12 વાગ્યાની આસપાસ જવાબો આવ્યા છે. આ સ્ક્રિન શોટ્સની સત્યતાની તપાસ કરવામાં આવે તો ખરૂ સત્ય બહાર આવશે ? જોકે ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ નથી કરતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *