ચોમાસા દરમિયાન વિવિધ વીમા પોલિસીઓ તમારાં તમામ જોખમો આવરી લેશે, જાણો વધુ..

વરસાદની ઋતુમાં ચક્રવાત અને પૂર આવવું સામાન્ય ગણાય છે. પરંતુ આવી આફતોને કારણે ભારે નુકસાન થતું હોય છે. ચોમાસામાં પૂરથી તમારી સંપત્તિની સુરક્ષાનું જોખમ તો…

વરસાદની ઋતુમાં ચક્રવાત અને પૂર આવવું સામાન્ય ગણાય છે. પરંતુ આવી આફતોને કારણે ભારે નુકસાન થતું હોય છે. ચોમાસામાં પૂરથી તમારી સંપત્તિની સુરક્ષાનું જોખમ તો વધી જ જાય છે, પણ સાથે આ ઋતુમાં સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં તમે ચોમાસા દરમિયાન આવતી નાણાકીય સમસ્યાને યોગ્ય વીમા કવર દ્વારા સુરક્ષિત કરી શકો છો.

મોટર ઈન્શ્યોરન્સ 

વરસાદનાં પાણીમાં ફસાઈ જવાથી વાહનનું એન્જિન જામ થઇ જાય છે, અથવા તેને ખુબ નુકસાન પહોંચતું હોય છે. એક કોમ્પ્રિહેન્સિવ મોટર ઈન્શ્યોરન્સ પોલિસી સાથે એડ-ઓન કવર લઇને તમે મોટા ખર્ચથી બચી શકો છો. સામાન્ય રીતે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે, એક સ્ટાન્ડર્ડ મોટર વીમા પોલિસીમાં પાણીના લીકેજના કારણે થતાં એન્જિનનાં નુકસાનને આવરી લેવામાં આવતું નથી.

હોમ ઈન્શ્યોરન્સ 

ભારતીય લોકોની આવકનો મોટો હિસ્સો ઘરની EMI (એવરી મન્થ ઈન્સ્ટોલમેન્ટ) ભરવામાં અને ઘરની સજાવટમાં ખર્ચ થઇ જાય છે. પરંતુ મોટાભાગે લોકો પોતાનાં ઘર અને ચીજવસ્તુઓ માટે વીમા કવર લેવાનું ટાળતા હોય છે. એક કોમ્પ્રિહેન્સિવ હોમ ઈન્શ્યોરન્સ પૂરના લીધે થતી પ્રોપર્ટીના નુકસાન સામે રક્ષણ આપે  છે. વરસાદી પાણી ઘરમાં રાખેલા ટીવી, ફ્રિજ, મોબાઈલ ફોન, લેપટોપ જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો સાથે કલાકૃતિ, ઘરેણાં, ઘરની દીવાલો પર થતાં પેઇન્ટને નુકસાન કરે છે. ઘરમાં થતાં આવા નુકસાન સામે હોમ ઈન્શ્યોરન્સ સુરક્ષા આપે કરે છે. ભાડેથી રેહતા લોકો પણ આ વીમા પોલિસીનો લાભ ઉઠાવી શકે છે.

હેલ્થ ઈન્શ્યોરન્સ 

ચોમાસાની ઋતુમાં હવામાં ભેજ, ગંદકી અને પાણી જમા થવાથી મેલેરિયા ,ટાયફોડ જેવા રોગો થવાનું જોખમ વધી જાય છે. હોસ્પિટલમાં સારવાર માટેના ખર્ચમાં દર વર્ષે 15%નો વધારો થાય છે. એટલે તમારી પાસે એક યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ કવર પણ હોવું જરૂરી છે. હેલ્થ વીમાથી હોસ્પિટલમાં આવતા ખર્ચાની ચુકવણી કરવામાં મદદ મળશે.

પર્સનલ એક્સિડન્ટ કવર

કોઈપણ વ્યક્તિ પાસે એક પર્સનલ એક્સિડન્ટ ઈન્શ્યોરન્સ પોલિસી હોવી પણ જરૂરી છે. આ પોલિસી વીમાધારકના અકસ્માતમાં ઈજાગ્રસ્ત/મૃત્યુ થવાથી થતાં નાણાકીય નુકસાનની સામે વ્યક્તિ અથવા તેના પરિવારને રક્ષણ પૂરું પાડે છે. આ વીમા પોલિસી તમને મૃત્યુ, વિકલાંગતા, સ્થાયી આંશિક વિકલાંગતા, અસ્થાયી વિકલાંગતા સામે રક્ષણ પૂરુ પાડે છે. જેનાથી તમે એ સુનિશ્ચિત કરી શકશો કે તમારી અને તમારા પરિવારની નાણાકીય પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. કાળઝાળ ગરમી બાદ આવતા વરસાદને આપણે સૌ આવકારીએ છીએ, પરંતુ તેની સાથે આપણે આવી ઈન્શ્યોરન્સ પોલિસીઓ પણ આવકારવી જોઈએ. જેનાથી જો કોઈપણ દુર્ઘટના સર્જાય તો ઓછામાં ઓછું આર્થિક નુકસાન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *