રામકથા કલાકાર મોરારી આકરા પાણીએ, માફી તો દ્વારિકાનાથની માંગવી પડશે નહિતર થશે આંદોલન

Published on Trishul News at 7:10 PM, Mon, 8 June 2020

Last modified on June 8th, 2020 at 7:10 PM

વિશ્વવિખ્યાત રામકથા કલાકાર મોરારી નો રામકથા દરમિયાનનો એક જુનો વીડિયો વાયરલ થયો છે.  આ વીડિયોને લઈને દેશભરમાં મોટી બબાલ મચી છે. દેશભરમાં મોરારિ સામે સનાતન ધર્મમાં વિરોધનો વંટોળ છે. પહેલા ભગવાન સ્વામિનારાયણ અને બાદમાં તેમણે કૃષ્ણ ભગવાન એક વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે તેઓ બે વાર વ્યાસપીઠ પરથી રડતા રડતા માફી માગી ચુક્યા છે.

છતાં પણ આ દ્રોહ ભગવાન શ્રી કૃષ્ણનો થયો છે તેવી ભાવના સાથે ભાલકાતીર્થ ખાતે યદુવંશીઓ થયા એકઠાં થયાં હતા અને આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. અને રામકથા કલાકાર મોરારી દ્વારિકા આવીને જગતમંદિર માં માફી માંગે તેવી માગ કરી છે. સમાજના આગેવાનોએ કહ્યું હતું કે, તેઓ દ્વારકા આવી માફી માંગે નહીંતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

માત્ર આહીર સમાજ જ નહી પરંતુ જે રીતે રામકથા કલાકારે વ્યાસપીઠની મર્યાદા ભૂલીને ડાન્સરો પાસે રામાયણ સમક્ષ ડાન્સ કરાવ્યો, મૌલા અલી અલી ની છાતી કુટીને ધૂન કરી અને ભક્તો પાસે કરાવી તે તમામ વાતો સામે વિરોધ થઇ રહ્યો છે. ભૂતકાળમાં તેમના સમર્થનમાં આવેલી એવોર્ડ વાપસી ગેંગ પણ હવે ક્યાય દેખાઈ રહી નથી.

ભાવુક થઇ રામકથા કલાકાર મોરારીએ ફરી એક વાર માફી માગતા સમયે ભાવુક થયા હતા. તેમણે રડતા રડતા કહ્યું હતું કે દુનિયામાં કોઈનુ દિલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ. મારા નિવેદનથી કોઈ પણને દુઃખ થયુ હોય તો માફી માગુ છું. કોઈપણ સ્થિતિને હું પ્રભુનો કૃપાપ્રસાદ સમજુ છું. હું એ નથી ઈચ્છતો કે સમાજમાં વિવાદ થાય. સાથે જ કહ્યું કે મારા કારણે બધાયને સામાન્ય પીડા થઈ છે. પરંતુ તમે મને પોતાનો સમજો કે નહીં પરંતુ હું તમને પોતાના જ સમજુ છુ, મારા માટે કોઈ પારકો નથી. કૃષ્ણ મારો ઈષ્ટ દેવ છે, પુર્ણ પુરષોત્તમ છે. એટલે મે કૃષ્ણની આખરી સમયની પીડાઓ વ્યક્ત કરી છે. કૃષ્ણ સ્મરણ કરતા મારી આંખોમાં જેટલીવાર ભીંજાઇ છે એટલીવાર કોઇનીએ નહીં ભીંજાઇ હોય. આંખમાં જે આંસુ છે તે આંખના નહીં મારી આત્માના આંસુ છે એટલે ફરી કહું છું કે જો મારા નિવેદનથી કોઇને દુઃખ લાગ્યું હોય તો હું ફરી માફી માગું છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "રામકથા કલાકાર મોરારી આકરા પાણીએ, માફી તો દ્વારિકાનાથની માંગવી પડશે નહિતર થશે આંદોલન"

Leave a comment

Your email address will not be published.


*