અજબ પ્રેમની ગજબ કહાની: સુરતમાં પ્રથમ પતિની પુત્રીની ફ્રેન્ડે વ્હોટ્સએપ પર વોઇસ મેસેજ મોકલ્યો અને…

Published on: 5:19 pm, Tue, 10 May 22

સુરત(surat): શહેરના અમરોલીમાં પરણીતાને ધમકી આપવામાં આવી છે. બીજા લગ્ન કરનાર મહિલાના પતિ સાથે પ્રેમસંબંધ ધરાવનાર પેહલી પતિની પુત્રીની સખીએ વોટ્સેપમાં વોઇસ મેસેજ મોકલીને કહ્યું કે, તારા પતિ સાથે લગ્ન કરવાની છું, થાય તે કરી લેજે અને હું તારૂ ખૂન કરાવી નાખીશ તેવી ગર્ભિત ધમકી આપ્યાની ફરિયાદ અમરોલી પોલીસમાં નોંધાઇ છે.

સુરતમાં એક પ્રેમ કહાનીમાં હત્યા કરી નાખવા સુધીની ધમકી આપ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યો છે. આ બનાવ વિષે સાંભળીને પોલીસ સહીત સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. મૂળ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના ભાદ્રોદ ગામના વતની અને હાલ અમરોલીમાં રેહાતા હેમલતા રાજુભાઈ ગુજરીયાના પતિનું વર્ષ 2003 માં મૃત્યુ થતા ૨૦૨૦ માં રાજુભાઈ નાથાભાઈ ગુજરિયા સાથે લગ્ન કર્યા હતા.

હેમલતા રાજુભાઈ ગુજરીયાના પ્રથમ પતિ થકી સંતાનોમાં બે પુત્રો મુંબઈ રહે છે. જ્યારે પુત્રી વિરલ પરણિત છે. જ્યારે વિરલની સહેલી ઋતુ રાજેશ શાહુ ક્યારેક ક્યારેક ઘરે આવતી ત્યારે તેની આંખ મળી ગયેલી અને ધીરે ધીરે વાતચીતના સિલસિલાએ પ્રેમ પ્રકરણ શરૂ થઇ ગયું હતું. હેમલતા આ વાતથી તદન અજાણ હતી. પરંતુ થોડા દિવસો આગાઉ જ્યારે રાજેશને રુતુ સાથે વાત કરતા ઝડપી લીધો ત્યારે બંને વચ્ચે ઉગ્ર જઘડો થયો.

રાજુએ હેમ્લ્તાને મારીને ધમકી આપી કે હું ઋતુ સાથે ભાગી જવાનો છું. તારી સાથે મારે હવે નથી રેહવું મને છુટા છેડા આપી દે એબુ કહીને રાજુ ઘર છોડીને ભાગી ગયો હતો. બાદમાં પરણીતાને ઋતુ શાહુએ વોટ્સેપમાં ધમકીઓ આપવાનું શરૂ કરતા પરણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.