વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરીને સંસાર સંપતિનો ત્યાગ કરીને યુવતી પોતાની માતા અને નાનીમા સાથે લેશે દીક્ષા

Published on: 6:00 pm, Wed, 13 January 21

બનાસકાંઠામાં આવેલા દાનેરા ખાતે રહેતા ભરતભાઈ ગીરધરલાલ મહેતાની દીકરી પરીશી મહેતાએ હોંગકોંગમાં યકોલોજીમાં ડીગ્રી મેળવી છે અને ભરતભાઈ છેલ્લા 30 વર્ષથી પણ વધારે સમયથી હોંગકોંગમાં કે.પી.સંઘવીની ઓફિસનું સંચાલન કરે છે. પરીશી 3 વર્ષ પહેલા ભારત આવી હતી આ દરમિયાન તે તેની નાનીમાં ઈન્દુબેન શાહ સાથે દેરાસર જતી હતી અને જૈન સાધવીઓ સાથે સમય પસાર કરતી હતી તેથી તે જૈન સાધવીઓ સાથે જ રહેતી હતી.

હેતલબેને પણ તેની દીકરી પરીશી અને પુત્ર જૈનમના લગ્ન બાદ દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ પરીશીએ જીદ પકડી હતી કે તે દીક્ષાનું મુહૂર્ત કઢાવ્યા વગર હોંગકોંગ જશે નહિ. આથી પરીશી મહેતાની સાથે સાથે હેતલબેન મહેતા તેમજ ઈન્દુબેન શાહ દ્વારા પણ દિક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી 22 મે 2021ને વૈશાખ સુદ 10ના રોજ સુરત ખાતે આચાર્ય ભગવંત તપરત્નસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દિક્ષા સ્વીકાર કરશે અને ગુરૂજી સાધ્વી હિતદર્શનીશ્રીજી બનશે.

કોરોનાની મહામારીમાં પણ સુરતમાં રહેતા મુળ બનાસકાંઠાના જૈન દંપતી સંયમના માર્ગે પ્રયાણ કરશે. આ દંપતીની ચાર દીકરીઓ પહેલા જ દીક્ષા લઈ ચુકી છે. આ ઉપરાંત તેમના કુંટુબમાં અત્યાર સુધીમાં કુલ 14 સભ્યો દીક્ષા લઈ ચુક્યા છે. પરિવારના મોભીએ પોતાના ડાયમંડ બિઝનેસને ચાર વર્ષ પહેલા જ બંધ કરી દીધો હતો.

સુરતમાં કૈલાશનગર ખાતે રહેતો આ પરિવાર સંસારનો ત્યાગ કરી સંયમના માર્ગ તરફ વળ્યો છે. પરિવારનાં કુલ છ સભ્યોમાંથી ચાર દીકરીઓએ તો દીક્ષા લઈ પહેલા જ લઇ લીધી છે. હવે માતા-પિતા અશોકભાઇ વીરચંદભાઇ શાહ અને દીપીકાબેન પણ 24 ફેબ્રુઆરીએ સંયમના માર્ગે પ્રયાણ કરવા જઈ રહ્યા છે.

અશોકભાઇ મૂળ બનાકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામના રહેવાસી છે. તેમણે કહ્યું કે, મેં 4 વર્ષ પહેલા જ મારો ડાયમંડ બિઝનેસ બંધ કરી દીધો હતો. અને પત્ની સાથે છેલ્લા 4 વર્ષથી ગુરુકુળવાસમાં જ રહીએ છીએ. દીક્ષા લેવાનો વિચાર તો ઘણાં સમયથી હતો અને અમારી ચારેય દીકરીઓ સંયમના માર્ગે ગયા બાદ અમારા દીક્ષાના ભાવમાં પણ વધારો થયો હતો. આટલા વર્ષો સંસારમાં વિતાવ્યા પછી એ સમજાયું કે, સાચું સુખ સંસારમાં નહીં સંયમમાં જ છે.

આ દંપતી સાથે તેમના નજીકની સબંધીની પુત્રી રાજવી પ્રકાશભાઈ શાહ પણ સંયમના માર્ગે પ્રયાસ કરવા જઈ રહી છે. આ દીક્ષાર્થીઓએ મુંબઈ લાલબાગ ખાતે જૈનાચાર્ય કિર્તીયશસૂરિશ્વરજી પાસેથી પ્રવ્રજ્યા મુહૂર્ત લીધું હતું. આ ઉપરાંત અશોકભાઇ શાહના કુંટુંબમાં અગાઉ 14 જેટલી દીક્ષા થઈ ચૂકી છે. તેમાં તેમની ચાર પુત્રી, પપ્પા, કાકા, ફોઈ, મોટા ભાઈ ભાભી, અને નાના ભાઈની બે બે દીકરીનો સમાવેશ થાય છે.

દિક્ષાર્થી રાજવી શાહે કહ્યું કે, બી.કોમનો અભ્યાસ ચાલુ હતો એ જ સમયે મેં મહારાજ સાહેબના વ્યાખ્યાનો સાંભળ્યા અને દિક્ષાનો ભાવ જાગૃત થયો હતો અને લાસ્ટ યરમાં મેં કોલેજ બંધ કરી દીધી હતી. આ પહેલા મને કુકિંગ, મ્યૂઝિક, ટીવી જોવાના શોખ હતા પણ હવે એ બધા શોખ છૂટી ગયા અને છેલ્લા ત્રણ વર્ષથી ગુરુકુળવાસમાં જ રહું છું.

સુરતની આ સામુહિક દીક્ષા દરમિયાન સુરતની યશ્વી રાહુલભાઈ રોકાણી પણ દીક્ષા લેશે. યશ્ચિએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તેના પરિવારમાં પણ અગાઉ ત્રણ દીક્ષા થઈ ગઈ છે. જ્યારે બોરીવલીની સી.એ.નો અભ્યાસ કરનાર પાયલ કમલેશભાઈ શાહ પણ ડાન્સ, ડ્રોઇંગ વગેરે શોખને ત્યાગ કરીને સંયમના માર્ગે પ્રયાસ કરવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle