આ વિડીયો તદ્દન ખોટો છે- જો ફોનમાં હોય તો ડીલીટ કરી દેજો- કોરોનાથી ડરોના

હાલ સુરતના વોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા એપમાં આ યુવકનો વિડીયો કોરોનાના દર્દી હોવાનું કહીને વાયરલ થઈ રહ્યો છે. જે સદંતર ખોટો છે. આ…

હાલ સુરતના વોટ્સએપ ગ્રુપ અને અન્ય સોશિયલ મીડિયા એપમાં આ યુવકનો વિડીયો કોરોનાના દર્દી હોવાનું કહીને વાયરલ થઈ રહ્યો છે. જે સદંતર ખોટો છે. આ યુવક કથિત રીતે માનસિક અસ્થિર છે. અને હાલ સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મળતી વિગતો અનુસાર આ યુવક એક મેડીકલમાં નોકરી કરે છે. અફવાઓ ન ફેલાય તે હેતુથી જો તમારી પાસે કોરોના સુરતના ડીંડોલી નામથી કોઈ વિડીયો આવ્યો હોય, તો તેને તાત્કાલિક ડીલીટ કરશો અને આ વિડીયો ફોરવર્ડ કરી રહેલા વ્યક્તિઓને પણ આ બાબતે સૂચિત કરશો. વીડિયોમાં નજરે પડતો વ્યક્તિ કોરોના નો પેશન્ટ નથી પણ માનસિક બીમાર હોવાથી એવી હરકતો કરી રહ્યો છે.

આ યુવક ની સારવાર હાલમાં સિવિલ હોસ્પીટલમાં કરવામાં આવી રહી છે અને તેને કોરોના નિ કોઈ અસર નથી તેવી વિગતો પ્રાપ્ત થઇ છે. આ યુવક માનસિક અસ્થિર છે અને ખોટું નાટક કરીને લોકોને ભયભીત કર્યા હતા. હાલમાં આ વ્યક્તિને મહાનગર પાલિકાના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ પકડીને હોસ્પીટલમાં ભરતી કરી દીધો છે.

હાલમાં કોરોના વાઈરસનો કેર ગુજરાતમાં વરતાઈ રહ્યો છે. ટીખળખોરો અફવા ફેલાવવા અલગ અલગ માધ્યમથી અફવાઓ ફેલાવે તેનાથી બચો. અહી આપ ગુજરાતના પોઝીટીવ કેસની સાચી અને સચોટ માહિતી સમયાંતરે મેળવી શકો છો. આ માહિતી વધુને વધુ ગુજરાતીઓ સુધી પહોચાડો જેથી અફવાઓથી બચી શકાય. કોરોનાથી ડરો નહી તેનો સુચકતાથી સામનો કરવો જરૂરી છે. કામ વગર બહાર ન નીકળવું. વારંવાર હાથ ધુઓ. માસ્ક, રૂમાલ બાંધીને બહાર નીકળશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *