સુરત કોંગ્રેસના સૌથી મજબુત પુર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયા સમર્થકો સાથે AAP માં જોડાયા- આપ્યું આ કારણ

Published on: 5:53 pm, Mon, 1 March 21
facebook.com/dinesh.kachhadiya

સુરતમાં કોંગ્રેસના સારા નેતાઓને આમ આદમી પાર્ટીમાં આવવાના કેજરીવાલના આહ્વાન બાદ સુરત મનપાના પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ આજે બપોરે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યા બાદ સાંજ પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે.

dinesh kachhadiya aap congress surat councilor 1 - Trishul News Gujarati Breaking News

કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પહેલા દિનેશ કાછડીયાએ એક પત્ર લખીને જણાવ્યું કે, “દેશની આઝાદીની લડાઈ સાથે જોડાયેલી ઐતિહાસિક કોંગ્રેસ પાર્ટીએ મારા રાજનૈતિક જીવનને ઘણુંબધું આપ્યું, પાંચ વખત અલગ અલગ સ્તરે ચૂંટણીઓ લડવાનો મને અમૂલ્ય અવસર આપ્યો અને સાથે સાથે સંગઠનમાં વિવિધ પદ આપીને કામ કરવાનો મોકો આપ્યો. કોંગ્રેસ પાર્ટી તરફથી છેલ્લી ચૂંટણી લડ્યા પછી મને મળેલી હારનાં પરિણામો જોઈને દિલથી એવું લાગ્યું કે આ પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને જે તકો કે અવસર આપ્યા તેનાં પ્રમાણમાં મારી કંઈક કચાશ રહી ગઈ અને પાર્ટીને તેનાં પ્રમાણમાં હું પરત આપી શક્યો નથી. આથી કોંગ્રેસનાં તમામ પ્રદેશ નેતાઓ, સુરત શહેર સંગઠનનાં નેતાઓ, મારી સાથે ચૂંટણી લડેલાં મારા સાથી મિત્રો સમક્ષ એક સહૃદય ઋણ-ભાવ સાથે હું કોંગ્રેસ પાર્ટીનાં તમામ પદ અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું જાહેર કરું છું.”

દિનેશ કાછડીયાના પગલે તેમના સાથેના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં મંડાણ કરી રહ્યા છે. દિનેશભાઈ કાછડીયાનાં કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામાનાં પગલે 161 વરાછા વિધાન સભા ના સોશ્યિલ મીડિયા ના પદ પરથી સંજય માંગુકીયાએ પણ રાજીનામું ધરી દીધું છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હજુ પણ કેટલાક કોર્પોરેટરો દિનેશ કાછડીયાના પગલે રાજીનામું આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતની સુરત મહાનગર પાલિકાના 30 વોર્ડની 120 બેઠકોમાંથી ભાજપને સૌથી વધુ 93 બેઠકો મળી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ શાનદાર દેખાવ કરતા પહેલા જ ધડાકે 27 બેઠકો કબ્જે કરી. આ બાજુ કોંગ્રેસને ફાળે એક પણ બેઠક ન આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle