જો તમે પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટ કરતાં હોય તો ચેતી જજો, હવે થશે મોટું નુકશાન

Published on Trishul News at 4:53 PM, Thu, 26 September 2019

Last modified on September 26th, 2019 at 4:53 PM

હાલ જોવા મળી રહ્યું છે કે પૈસાનો વહીવટ કાર્ડથી કરી લેવામાં આવે છે. આજકાલ જોવા મળે છે કે લોકો પેટ્રોલ પંપ પર પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર કેશબેક સહિત અન્ય ઑફર્સ પણ સાથે મળે છે પરંતુ હવે 1 ઓક્ટોબરથી તમને કેશબેકની સુવિધા નહી મળે.

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે પોતાના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને એક એસએમએસ મોકલ્યો છે. આ એસએમએસમાં એસબીઆઇએ જણાવ્યું કે 1 ઓક્ટોબરથી પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર મળતા 0.75 ટકાના ડિસ્કાઉન્ટને બંધ કરી દીધું છે.

જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓની સલાહ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે પેટ્રોલ પંપ પર આશરે 3 વર્ષથી મળી રહેલી આ સુવિધા હવે બંધ થઇ જશે. વર્ષ 2016ના અંતમાં નોટબંધી બાદ સરકારે જાહેર ક્ષેત્રની પેટ્રોલિમ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિમ કોર્પોરેશનને પેટ્રોલ-ડીઝલની ખરીદી માટે કાર્ડથી પેમેન્ટ પર 0.75 ટકાની છૂટ આપવાનો આદેશ આપ્યો હતો.

પેટ્રોલિયમ કંપનીઓને સરકારના આદેશ બાદ ડિસેમ્બર 2016માં ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને ઇ-વૉલેટ દ્વારા 0.75 ટકાની છૂટને શરૂ કરી હતી. આ સાથે જ સરકારે પેટ્રોલિયમ કંપનીઓને કાર્ડ પેમેન્ટ ચાર્જ મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટનો ભાર પણ વહન કરવાનું કહ્યું હતુ. સામાન્ય રીતે એમડીઆરનો ખર્ચ રિટેલર દ્વારા વહન કરવામાં આવે છે.

જણાવી દઇએ કે એમડીઆર તે ફી હોય છે, જે દુકાનદાર ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમારી પાસેથી લે છે. દુકાનદાર તરફથી કરવામાં આવેલી વસૂલીની રકમનો મોટો હિસ્સો ક્રેડિટ કે ડેબિટ કાર્ડ આપતી બેન્કને મળે છે. જ્યારે પોઇન્ટ ઑફ સેલ્સ મશીન જારી કરતી બેન્ક અને પેમેન્ટ કંપનીને આ રૂપિયા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "જો તમે પેટ્રોલ પંપ પર કાર્ડથી પેમેન્ટ કરતાં હોય તો ચેતી જજો, હવે થશે મોટું નુકશાન"

Leave a comment

Your email address will not be published.


*