ગાંધીનગરમાં મેયરના પદ માટે આ નામો છે રેસમાં, ચર્ચાઓએ પકડ્યું ભારે જોર- જાણો કોણ બનશે પાટનગરનો રાજા

ગુજરાત(Gujarat): ગાંધીનગર મહાનગરપાલિકા(Gandhinagar Municipal Corporation)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના હાથે જતાંની સાથે જ હવે મહાનગરપાલિકાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.…

ગુજરાત(Gujarat): ગાંધીનગર મહાનગરપાલિકા(Gandhinagar Municipal Corporation)માં ભારતીય જનતા પાર્ટી(BJP)ના હાથે જતાંની સાથે જ હવે મહાનગરપાલિકાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને અનેક ચર્ચાઓએ જોર પકડયું છે. ભારતીય જનતા પાર્ટી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર તરીકે હાલ એક ચહેરાને જોવામાં આવી રહ્યો છે અને તેનું નામ છે હિતેશ મકવાણા(Hitesh Makwana).

હાલમાં બે નામો ખુબ જ ચર્ચામાં:
ચુંટણી પૂર્ણ થતાની સાથે જ ગાંધીનગરના મેયર પદના નામોની મોટી મોટી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. સી આર પાટીલ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ગઈ મહાનગરપાલિકા અને પંચાયતના પ્રમુખના નામો ચોંકાવનારા સામે આવતા હતા. જોવા જઈએ તો અચાનક જ ભાજપના સામાન્ય કાર્યકર્તાઑને પણ મેયર પદે બેસાડી દેવામાં આવ્યા હતા.

જેમાં અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમારનું નામ લઈ શકાય, પરંતુ રાજનીતિમાં કઈ અચાનક નથી હોતું બધા નિર્ણય સમજી વિચારીને લેવામાં આવતા હોય છે. ત્યારે ગાંધીનગરના મેયરના નામ અંગે પણ ચર્ચા થઈ હોવાનું ભાજપના જ સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે. જેમાં હાલ તો ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડ 8ના હિતેશ મકવાણાનું નામ મેયરના પદ અંગેની રેસમાં આગળ ચાલી રહ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે વોર્ડ-10માંથી જીતીને આવેલા મહેન્દ્ર પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં આ અંગેનું ચિત્ર સ્પષ્ટ થતાં રહેશે અને જોવા જઈએ તો આગામી બે દિવસમાં નવરાત્રીના શુભ અવસરે જ ગાંધીનગરને નવા મેયર મળી શકે છે તેવી સંભાવનાઓ છે.

ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી:
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં પહેલીવાર સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. મહાનાગપાલિકાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 41 બેઠક પર પ્રચંડ વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીના ફાળે એક બેઠક આવી છે. ત્યારે ગાંધીનગરમાં ભાજપની જીતનો ઠેર ઠેર ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું ભાજપના નેતાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ વિજયોત્સવમાં નવા કોર્પોરેટર્સ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગાંધીનગરની ચુંટણીમાં ફરીવાર સી.આર. પાટીલની રણનીતિ કામે લાગી હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ખૂબ જોર લગાવ્યું હતું અને સાથે સાથે પોતાનું શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા સભાઓ કરીને અને સાથે અન્ય દેખાવો કરીને જીતના ખૂબ મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે કોંગ્રેસનાં પણ સૂપડા સાફ થઈ ગયા છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. જે મહાનગરપાલિકામાં 2011માં કોંગ્રેસ જીતી અને 2016માં પણ સારી બેઠકો મેળવી તે જ મહાનગરપાલિકામાં કોંગ્રેસ પાર્ટી હવે માત્ર એક જ બેઠક જીતી શકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *