આત્મનિર્ભર યોજના હેઠળ રાજ્ય સરકાર 2% વાર્ષિક વ્યાજે 1 લાખ સુધીની લોન આપશે, આ દસ્તાવેજો જરૂરી

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ઉભા થયેલા આર્થિક સંકટમાંથી જનતાને ઉગારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના”ની જાહેરાત કરી…

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે ઉભા થયેલા આર્થિક સંકટમાંથી જનતાને ઉગારવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના”ની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ રાજ્યના નાના વેપારીઓ, કારીગરો અને મજૂર વર્ગના ધંધા-રોજગારને પુન:પાટા પર લાવવાના ઉદ્દેશ્યથી તેમને 2 ટકાના વાર્ષિક વ્યાજે 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે. આ લોન માટે આજથી ફોર્મ વિતરણની શરૂઆત થઈ ગઈ છે.

ક્યાંથી મળશે ફોર્મ?

પ્રાપ્ત માહિતી મુજબ, આજથી શરૂ કરીને આગામી 31-ઓગસ્ટ સુધી લોન માટે અરજી કરી શકાશે. આ અરજી રાજ્યની અંદાજે 1 હજાર જેટલી જિલ્લા સહકારી બેંકની શાખાઓ, 1400 શહેરી સહકારી બેંક અને 7 હજારથી વધુ ક્રેડિટ સોસાયટી સહિત 9 હજાર સ્થળો પરથી કરી શકાશે. જેમાં ધોબી, નાયી, પ્લંબર, ઈલેક્ટ્રિશિયન, નાના દુકાનદાર, રિક્ષા ચાલકો જેવા વ્યવસાયકારોને લોન આપવામાં આવશે.

ક્યાં દસ્તાવેજો જરૂરી?

આ યોજના અંતર્ગત મળેલી લોનમાં પ્રથમ 6 મહિના સુધી કોઈ હપ્તો ભરવાનો રહેશે નહિ. આ યોજના હેઠળ લોન મેળવવા માટે આધાર કાર્ડ, રેશનિંગ કાર્ડ, ચૂંટણી કાર્ડ, છેલ્લુ લાઈટ બિલ, બેંક પાસબુકની ઝેરોક્ષ કોપી, વ્યવસાયનો પુરાવો અને બાંહેધરી પત્રની જરૂર પડશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને ફરીથી ધમધમતી કરવાના હેતુથી 20 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું હતું. ‘આત્મનિર્ભર યોજના’ પણ તે પેકેજનો જ હિસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *