રાજ્ય સરકાર દ્વારા ચલાવાતાં ધન્વંતરિ રથ લોકો માટે બની શકે છે અંતિમયાત્રા રથ- જુઓ વિડીયો

Published on Trishul News at 6:05 PM, Sun, 13 September 2020

Last modified on September 13th, 2020 at 6:05 PM

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાના કેસમાં જંગી વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને સુરત  મ.ન.પા. દ્વારા ધનવંતરી રથ પર રેપિડ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા એક અઠવાડીયામાં આ ધનવંતરી રથ બીજી વખત વિવાદોમાં આવ્યું છે. સુરતના વરાછા વિસ્તારના પુણામાં ધનવંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવા માવતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. જેના કારણે મસમોટો વિવાદ ઉભો થયો છે. કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દુર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવી હતી પરંતુ આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયરી થઈ હોવાનું બહાર આવ્યું છે.

આ સમગ્ર ઘટના મામલે સ્થાનિક લોકોએ ફરિયાદ કરતા કોંગ્રેસના સભ્યોએ ધનવંતરી રથની ચકાસણી કરતાં તેમાં મોટી મત્રામાં એકસ્પાયરી ડેટની દવાઓ મળી આવી હતી જે ગત માસમાં જ એક્સપાયર થઇ ગઇ હતી. સોસાયટીમાં ધન્નવતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરતો હતો. દવાના વિતરણ દરમિયાન સોસાયટીના પ્રમુખે સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવા કહ્યું હતું.

ધન્વતરી રથમાં બાળકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોહિની ઉણપ પણ દુર થાય તે માટે ફોરિક એસીડની દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. રાજુભાઈની નજર ગોળીની સ્ટ્રીપ પર પડી હતી જેના પર ઓગષ્ટ 2020 એક્સપાયરી ડેઈટ હતી તેથી તેઓ ચોંકી ગયાં હતા.

ત્યાર પછી  સોસાયટીના પ્રમુખ રાજુભાઈએ તાત્કાલિક આરોગ્યમંત્રીનો સંપર્ક કર્યો હતો પરંતુ તે જગ્યા પરથી સંતોષકારક જવાબ ન મળતાં કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવિલાય અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાને જાણ કરતાં તેઓ ટુંક સમયમાં સીતા નગર સોસાયટીમાં પહોચી ગયા હતા અને એક્સપાયરી ડેઈટની દવા જોઈએ હતી.

અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં કોરોનાના કેસ વધતા ગુજરાત સરકાર દ્વારા સુરત શહેરમાં 100થી વધુ ધનવંતરી રથ ચલાવવામાં આવી રહ્યાં છે જેમાં ઉકાળા, આર્યુવેદીક દવાઓ અને હોમિયોપેથી સાથે અન્ય દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આજે સવારના સમયે વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં ધન્નવતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરતો હતો. દવાના વિતરણ દરમિયાન સોસાયટીના પ્રમુખે સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવા કહ્યું હતું. આ દરમિયાન એક્સપાયરી થયેલી દવાઓ મળી આવી હતી. જે એક શરમજનક બાબત કહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Be the first to comment on "રાજ્ય સરકાર દ્વારા ચલાવાતાં ધન્વંતરિ રથ લોકો માટે બની શકે છે અંતિમયાત્રા રથ- જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*