અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી – બંને પગે દિવ્યાંગ હોવા છતાં આ ખેડૂત કરી રહ્યા છે ખેતી

ગુજરાત(Gujarat): અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવી પ્રકારની અનેક કહેવતો આપણે સાંભળી હશે કે ક્યાય ને ક્યાય વાંચી પણ હશે. પરંતુ પોરબંદર(Porbandar) જિલ્લાના…

ગુજરાત(Gujarat): અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આવી પ્રકારની અનેક કહેવતો આપણે સાંભળી હશે કે ક્યાય ને ક્યાય વાંચી પણ હશે. પરંતુ પોરબંદર(Porbandar) જિલ્લાના શ્રીનગર(Srinagar Village) ગામે રહેતા દિવ્યાંગ યુવાને આવી બધી કહેવતોને પોતાના જીવનમાં સાર્થક કરીને બતાવી છે. આ યુવાનને બંને પગ ન હોવા છતાં ખેતી જેવું મહેનતનું કામ કરી અને સમાજને એક અનોખો જ સંદેશ આપે છે કે, કાર્ય કરવાનું મન હોય તો પગ વિના પણ ખેતી જેવું કામ કરી શકાય અને જાતે જ મહેનત કરી ગુજરાન ચલાવી શકાય.

મહત્વનું છે કે, શ્રીનગર ગામે રહેતા રુઘા વીઠલ જોષી નામનો 40 વર્ષીય યુવાન જન્મતાના 8 મા મહિને જ પોલીયો નામની બિમારીનો ભોગ બની ગયો હતો અને રુઘાએ આ પોલીયો બિમારીને કારણે આ યુવકે પોતાના બંને પગ ગુમાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, રુઘાના પરિવારમાં તેના માતા-પિતા અને તેના બે ભાઇઓ સાથે તેનો ઉછેર થતો ગયો અને રુઘો મોટો થતો ગયો તેમ તેમ રુઘાને સમજાઇ ગયું કે તે કાઈ પણ ભણી કે ગણી શકયો નથી.

તેથી તેને આવનારા સમયમાં પોતાનું ગુજરાન ચલાવવા તેને કઈક તો કામ કરવું જ પડશે અને આ વિચારે 10 વર્ષના રુઘાને 10 વર્ષના બાળકમાંથી એક પરિપકવ યુવાન બનાવી દીધો હોય તેમ રુઘો માત્ર 10 વર્ષની ઉંમરે ખેતી જેવા કઠીન પરિશ્રમના કામમાં જોડાઈ ગયો હતો. હજું સમજણો થાય તે પહેલા જ ફક્ત 8 માસની ઉંમરના રુઘાના પગ છીનવી લેનાર કુદરતને જાણે આટલે થી સંતોષ જ ન થયો હોય તેમ કુદરતે રુઘા પરથી તેની માતાની મમતાનો છાંયડો પણ છીનવી લીધો.

પરંતુ તેમ છતાં પણ શ્રીનગરનો રુઘો કુદરત સાથે બાથ ભીડી પોતાનો પરિશ્રમ કરતો રહ્યો હતો અને ફળ સ્વરૂપે રુઘો છેલ્લા 30 વર્ષથી પગ ન હોવા છતાં પોતાની અથાક લગન અને પરિશ્રમથી ખેતી કામ કરતો રહ્યો જેમાં ઢોર બદલવાના કામ, ઢોર બદલવાના કામ, ઢોરને નિરણ નાખાવના કામ અને અતિ મહેનતી કહી શકાય તેવું બે બળદને હળ જોડી ખેતર ખેડવા જેવું કઠીન કામ કરી લે છે અને આત્મનિર્ભર બનીને પોતાનું ગુજરાન ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *