એકતરફ ત્રીજી લહેર આંગણે આવીને ઉભી છે ને, સુરતનું યુવાધન પાર્ટી કરીને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે

Published on Trishul News at 2:22 PM, Tue, 28 September 2021

Last modified on September 28th, 2021 at 2:22 PM

સુરત(ગુજરાત): કોરોના કેસો(Corona cases)માં ફરી એક વખત વધારો થતો જોવા મળે છે ત્યારે સુરત શહેર(Surat city)માં નાઈટ ડીજે પાર્ટીઓ(DJ party)નું ચલણ પણ વધી રહ્યું છે. ગઈ કાલે એક ડીજે પાર્ટીના વાઇરલ વીડિયો પછી આજે ડુમસ રોડના રઘુવીર મોલ(Raghuveer Mall on Dumas Road)માં યોજાયેલી પાર્ટીના વીડિયો વાઇરલ(The video went viral) થઇ રહ્યો છે. આ પ્રકારની પાર્ટીઓને કારણે ફરી એક વખત સુરત પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. કોરોનાકાળની બીજી લહેર પછી જે રીતે ડીજે પાર્ટીઓના સમયાંતરે વીડિયો વાઇરલ થઇ રહ્યા છે તે જોતાં એવું લાગે છે કે, સુરત પોલીસ આવી પાર્ટીઓ ઉપર અંકુશ લગાવવામાં સતત નિષ્ફળ નીવડી રહી છે.

મળતી માહિતી મુજબ, ડુમસ વિસ્તારની અંદર ડીજે નાઇટ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થયા હતા. એક પણ યુવક યુવતીના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યું નથી અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું નથી. યુવાવર્ગ મન મૂકીને ડીજે પાર્ટીમાં ડાન્સ કરતા સામે આવે છે.

સતત પાર્ટીઓનું આયોજન સુરતના પોશ વિસ્તારોમાં થતું હોય છે. તેમ છતાં સુરત પોલીસ જાણે આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પોશ વિસ્તારનાં નબીરાઓ ડીજે પાર્ટીઓમાં મસ્તી કરતા સામે આવ્યા છે ત્યારે સુરત પોલીસ આવી પાર્ટીઓનું આયોજન કરનારાઓને અંકુશમાં રાખવામાં માટે સતત નિષ્ફળ નીવડી રહી છે. અવારનવાર થતી પાર્ટીઓ થવાથી એવું સમજી શકાય કે, કદાચ પોલીસને આ બાબતની જાણ હોવા છતાં પણ અંદરખાનેથી તેમને મંજૂરી આપી દેતા હોય છે. કારણ કે, અત્યાર સુધી આ ડીજે પાર્ટીનું આયોજન કરનારા વિરુધ પોલીસે કોઇ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી નથી. તેને કારણે આયોજકો બેફિકરાઈથી કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને આવા આયોજન કરતા હોય છે.

સોશિયલ મીડિયા પર પીપલોદના રેસ્ટોરન્ટમાં ડીજે પાર્ટીનો વીડિયો વાયરલ થતા પોલીસે આયોજક વિરુધ ગુનો નોંધીને તેની અટકાયત કરવામાં આવી છે. 25મી તારીખે શનિવારે રાત્રે પીપલોદના કારગીલ ચોક ખાતે મી.મલ્ટીકિજન રેસ્ટોરન્ટના બેંકવેટ હોલમાંડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં 100થી વધુ યુવક-યુવતીઓ સામેલ હતા. એક યુવતીએ વીડિયો અપલોડ કરતાં આનો પર્દાફાશ થયો હતો. ઉમરા પોલીસે જાતે ફરિયાદી બનીને પાર્ટીનું આયોજન કરનાર વૈભવ નયન શાહની વિરુધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "એકતરફ ત્રીજી લહેર આંગણે આવીને ઉભી છે ને, સુરતનું યુવાધન પાર્ટી કરીને કોરોનાને મોખરું મેદાન આપી રહ્યા છે"

Leave a comment

Your email address will not be published.


*