સવારે ઉઠતાની સાથે ભૂલથી પણ નહિ કરતા આ કામ, નહીતર આખો દિવસ બગડશે!

Published on: 4:20 pm, Tue, 23 November 21

મોટાભાગના લોકો પોતાનો દિવસ સારો વીતે એ માટે ઘણા નુસ્ખાઓ અપનાવે છે. ઘણી વખત, જ્યારે પણ કોઈ કામ ખોટું થાય છે, તો તમે એવું પણ સાંભળ્યું હશે કે સવારે કોનો ચહેરો જોઈને તમે ઉઠ્યા હતા. આજે અમે તમને જણાવીશું કે તમે સવારે ઉઠો ત્યારે તમે કઈ વસ્તુઓ જોવાથી તમને ભારે નુકસાન સહન કરવું પડી શકે છે.

મહિલાઓને સવારે ઉઠતાની સાથે જ પોતાનો ચહેરો અરીસામાં જોવાની ટેવ હોય છે. આવું કરવું અશુભ માનવામાં આવે છે. તે કરવાના બદલે તમે સવારે ઉઠીને તમારા બંને હાથની હથેળીઓ જોડીને ભગવાનનું નામ લેવું સારું માનવામાં આવે છે તે કરવાથી તમારો અખો દિવસ સારો પણ જાય છે.

સવારે ઉઠીને જો તમે ઘણી વખત પડછાયો જોવો છો તો તમારે સવારે ઉઠીને પડછાયો જોવાનું ટાળવું જોઈએ, પછી ભલે તે તમારો પોતાનો પડછાયો હોય કે કોઈ અન્યનો. પડછાયો જોવામાં કમનસીબી માનવામાં આવે છે. પડછાયાને જોતા તે વ્યક્તિમાં ભય, ટેન્શન અને મૂંઝવણ વધે છે.

જો તમે કૂતરાને વહેલી સવારે ઘરની બહાર લડતા જોવો છો તો તે અશુભ માનવામાં આવે છે. તેમજ સવારે ઉઠીને કોઈપણ પ્રાણીઓના ફોટા પણ જોવા જોઈએ નહીં. ફોટા જોવાથી પણ દિવસભર વિવાદ અને મૂંઝવણ રહે છે. સવારે તેલવાળું વાસણ જોવાથી પણ તમારો આખો દિવસ બગાડે છે, તેથી જો શક્ય હોય તો આવી વસ્તુઓ રાત્રી દરમિયાન જ દુર કરીને સૂઈ જવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.