ઘરે બેઠા ચૈત્રી નવરાત્રિમાં કરો આ કામ, માતાજી તમામ દુઃખ દુર કરશે

માં શક્તિની ઉપાસનાનું મોટું પર્વઃ માતા શક્તિની ઉપાસનાનું મહાપર્વ છે નવરાત્રિ. જે ચાલી રહ્યું છે. નવરાત્રિ દરમિયાનની સાધનાથી જો માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તો…

માં શક્તિની ઉપાસનાનું મોટું પર્વઃ

માતા શક્તિની ઉપાસનાનું મહાપર્વ છે નવરાત્રિ. જે ચાલી રહ્યું છે. નવરાત્રિ દરમિયાનની સાધનાથી જો માતાજી પ્રસન્ન થાય તો તે ભક્તો પર આખુ વર્ષ પોતાની અસીમ કૃપા વરસાવે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક માર્ગ દર્શાવાયા છે. ભક્તિભાવથી આ ઉપાય કરવામાં આવે તો મનધાર્યું ફળ મળે છે. જાણો માતા જગદંબાને કેવી રીતે પ્રસન્ન કરી શકાય.

કમળનું પુષ્પ ચડાવોઃ

માતાજી પ્રસન્ન થાય તો તે પોતાના ભક્તોને ત્રિવિધ તાપ એટલે કે શારીરિક, દૈવિક અને ભૌતિક પીડામાંથી મુક્તિ અપાવે છે. આવા ભક્તોને સુખ, સંપત્તિ અને આરોગ્યના આશીર્વાદ મળે છે. ચૈત્રી નવરાત્રિમાં માતાજીની કૃપા મેળવવા માટે પૂજામાં લાલ રંગના ફૂલનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ. માતાજીને ઝડપથી પ્રસન્ન કરવા માંગતા હોવ તો નવરાત્રિના નવ દિવસમાંથી ગમે તે એક દિવસે માતાજીને કમળનું ફૂલ જરૂર થી ચડાવો. ધનની દેવી માતા લક્ષ્મીને કમળનું ફૂલ અત્યંત પ્રિય છે. આ ફૂલને ચડાવી પૂજા કરવાથી ધન, સંપત્તિના આશીર્વાદ મળે છે.

ક્ષમા માંગો:

શક્તિની પૂજા આરાધના કરવામાં કોઈ ખામી રહી જાય તે શક્ય છે. તેનું નિદાન પણ આપણા ધર્મ શાસ્ત્રમાં છે. દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા બાદ ક્ષમા પ્રાર્થના પણ આપેલી છે. તેમાં માતાજીને અરજી છે કે પૂજા દરમિયાન ભૂલ-ચુક થઈ ગઈ હોય તો દુર્ગા સપ્તશતીના અંતમા ક્ષમા પ્રાર્થના કરી માતાજીની માફી માંગવાની વાત કરી છે. આ ક્ષમા યાચના સિવાય માતાજીની પૂજા સંપન્ન નથી થતી. માતાજીની પૂજા શ્રદ્ધાપૂર્વક અને વિધિસર થાય તેવો પ્રયત્ન કરવો.

સાથીયો:

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા નવરાત્રિના દિવસોમાં ઘરના મુખ્ય દરવાજા પાસે સ્વસ્તિકનું નિશાન અવશ્ય કરો. ગણેશજીની પૂજા પણ તમામ વિધિ-વિધાનથી કરો. આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થશે.

લક્ષ્મીજીના આ સ્વરૂપની પૂજાઃ

નવરાત્રિમાં કમળના ફૂલ પર બેઠેલા લક્ષ્મીજીની મૂર્તિ કે છબીની પૂજા કરવી ખૂબ જ શુભ મનાય છે. આમ કરવાથી અંબાજીની સાથે સાથે લક્ષ્મીજીની પણ કૃપા મળશે.

કોડીનો ઉપયોગઃ

આર્થિક સંકટ દૂર રાખવા નવરાત્રિમાં માતાજીને લાલ કપડામાં કોડી વીંટીને અર્પણ કરો. આ પોટલીને પોતાના ઘરની તિજોરીમાં રાખી દો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *