ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

નોનવેજ ખાઓ છો? એક વખત આ જરૂર વાંચીલો, ચોંકી ઉઠશો

Do you eat nonwage? Once you read this need, get up

એન્ટિબાયોટિક આપણા શરીરને બેક્ટેરિયાના હુમલાથી સુરક્ષિત રાખે છે. તે દવા તરીકે પણ કામ કરે છે. પરંતુ તેની કેટલીક આડઅસર પણ હોય છે. જો વધારે પ્રમાણમાં એન્ટીબાયોટીકનો ઉપયોગ કરવામાં આવે તો શરીર તેનો પ્રતિકાર વિકસાવે છે. એટલે કે કોઈ પણ દવા શરીરના કોઈ પણ પ્રકારના રોગમાં અસર કરતી નથી.  ભારત લાંબા સમયથી નવી દિલ્હી મેટલો બીટા લેક્ટોમેઝ  1 નામના સુપરબગ અને ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબી ફેલાવવા માટે જાણીતું છે અને હવે પ્રાણીઓમાં પણ એન્ટિબાયોટિક પ્રતિકારની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટું હોટસ્પોટ બની રહ્યો છે.

ભારત સિવાય ચીન, પાકિસ્તાન, વિયેતનામ, તુર્કી, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા જેવા દેશો પણ પ્રાણીઓમાં એન્ટીબાયોટીક પ્રતિકારનું કેન્દ્ર છે. પ્રિન્સટન યુનિવર્સિટી અને દિલ્હી સ્થિત સેન્ટર ફોર ડિસીઝ ડાયનેમિક્સ, ઇકોનોમિક્સ એન્ડ પોલિસીએ મળીને એક અભ્યાસ કર્યો છે જેમાં આ અંગેના કારણો દર્શાવાયા છે.

આ અધ્યયનમાં જાણવા મળ્યું કે ઓછી અને મધ્યમ આવકવાળા દેશોમાં પશુ પ્રોટીનની વધતી માંગને ધ્યાનમાં રાખી અને  ઉત્પાદન વધારવા માટે પ્રાણીઓને એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. જેથી તેઓ વધારે સ્વસ્થ બને. મે માસમાં મુંબઈની અલગ અલગ 12 પોલ્ટ્રી શોપમાંથી એકત્ર કરેલા ઈંડાનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં નિષ્ણાંતોને  એન્ટિબાયોટિક પ્રતિકાર જોવા મળ્યો હતો.

આ સ્ટડીમાં બેક્ટેરિયા સૈલ્મોનેલાના સેમ્પલ્સને ટેસ્ટ કરવામાં આવ્યા જે દુનિયાભરમાં ઉપયોગમાં આવતા મોટાભાગના એંટીબાયોટિક પ્રત્યે રેડિસ્ટેંટ થયા છે. આ એન્ટિબાયોટિક્સમાં amoxicillin, azithromycin, ciprofloxacin, ceftriaxone, chloramphenicol, erythromycin, gentamicin, levofloxacin, nitrofurantoin અને tetracyclineનો સમાવેશ થાય છે.

સ્ટડી અનુસાર આવા દેશોમાં મીટની માંગ ઝડપથી વધી રહી છે અને સાથે જ પ્રાણીઓથી બનતા ભોજનમાં એંટીબાયોટિક પ્રતિરોધની સમસ્યા પણ વધી છે. પરંતુ તેની તરફ કોઈનું ધ્યાન જતું નથી. જાણીને આશ્ચર્ય થશે પરંતુ વર્તમાન સમયમાં માણસની સરખામણીમાં પ્રાણીમાં 3 ગણું વધારે એંટીબાયોટિકનું સેવન થાય છે. આ ટ્રેંડ એટલા માટે પણ જોખમી છે કારણ કે પ્રાણીઓ માટે એન્ટિબાયોટિક્સનો પ્રતિકાર ઈંફેકશનનું જોખમ વધારે છે અને તેનાથી માણસોને પણ નુકસાન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: