શું તમને ખબર છે કે અવકાશયાત્રીઓ અવકાશમાં પોતાના વાળ કેવી રીતે ધોવે છે? – જુઓ આ વિડીયો

Published on Trishul News at 1:05 PM, Fri, 3 September 2021

Last modified on September 4th, 2021 at 9:38 AM

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ અનોખી જાણકારી જાણવા મળશે.

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સવાર નાસાના અવકાશયાત્રી મેગન મેકઆર્થરે(Megan McArthur)  તાજેતરમાં એક ખૂબ જ રસપ્રદ વીડિયો શેર કર્યો છે. વિડીયો જોઇને તમને સમજ પડી જશે કે, અવકાશયાત્રીઓ કેવી રીતે અવકાશમાં તેમના વાળ ધુએ છે. આશા છે કે તમને આ વિડીયો ચોક્કસપણે ગમશે.

મેગન મેકઆર્થરે(Megan McArthur) તેની પોસ્ટમાં લખ્યું છે કે, “નાહવાનો સમય! અવકાશયાત્રીઓ અવકાશમાં સ્નાન કરી શકતા નથી. તેથી મેં વિચાર્યું કે હું લોકોને કેવી રીતે સમજાવી શકું કે આપણે કેવી રીતે સ્પેસ સ્ટેશનમાં વાળ સાફ રાખીએ છીએ. પૃથ્વી પર આપણે જે સરળ વસ્તુઓ કરીએ છીએ તે સ્વીકાર્ય છે, પરંતુ અવકાશમાં માઇક્રો-ગુરુત્વાકર્ષણમાં તે સરળ નથી! ”

સાથે તેમણે પોતાનો પરિચય આપીને વિડીયોની શરૂઆત કરે છે અને કહે છે કે આઇએસએસ પર સવાર હોય ત્યારે તેને વારંવાર પૂછવામાં આવે છે કે અવકાશયાત્રીઓ દૈનિક કાર્યો કેવી રીતે કરે છે. તે પછી સમજાવે છે, “મેં વિચાર્યું કે આજે હું તમને બતાવીશ કે હું કેવી રીતે અવકાશમાં મારા વાળ ધોઉં છું.”

આ વીડિયો થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 41 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. લોકો વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ટ્વિટર યુઝરે લખ્યું- “મહાન !!! પ્રદર્શન માટે આભાર !!” બીજાએ લખ્યું- “મને લાગે છે કે જો તમે પૃથ્વી પર શેમ્પૂ પદ્ધતિ કરો છો, તો તે ઘણું પાણી બચાવશે.” ત્રીજાએ ટિપ્પણી કરી, “ખૂબ સરસ, શેર કરવા બદલ આભાર.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "શું તમને ખબર છે કે અવકાશયાત્રીઓ અવકાશમાં પોતાના વાળ કેવી રીતે ધોવે છે? – જુઓ આ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*