બહુ ઓછા લોકોને ખબર છે આ ફળનું નામ! શું તમે જાણો છો આ ફળ ખાવાથી કેવા ફાયદા મળે છે?

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો અને ફોટા વાયરલ થાય છે. પરંતુ ઘણી વખત મોબાઈલની સ્ક્રીન સ્ક્રોલ કરતી વખતે કેટલીક એવી પઝલ જોવા મળે છે,…

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા વીડિયો અને ફોટા વાયરલ થાય છે. પરંતુ ઘણી વખત મોબાઈલની સ્ક્રીન સ્ક્રોલ કરતી વખતે કેટલીક એવી પઝલ જોવા મળે છે, જેને સમજવામાં પરસેવો છૂટી જાય છે. આ દિવસોમાં આવી તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેનો જવાબ દરેક લોકો નઈ આપી શકે. તો ચાલો તમને તે તસવીર પણ બતાવીએ જેમાં આમલી દેખાઈ રહી છે, પરંતુ અમે તમને એક સંકેત માટે જણાવીએ કે તે જલેબી જેવી ગોળ છે. હવે સમજો તો જાણજો.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં આ તસવીરમાં જોવા મળતા આમલી જેવા ફળે લોકોના મનને હચમચાવી નાખ્યું છે. આ તસવીર સોનાલી શુક્લા નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. આ તસવીરને ધ્યાનથી જોશો તો ઝાડ પર લટકેલા લીલા અને આછા લાલ રંગના ફળ આમલી જેવા દેખાય છે.

તસવીર શેર કરતી વખતે લોકોને આ ફળનું નામ પૂછવામાં આવ્યું છે. ત્યારે જ, કોમેન્ટ સેક્શન પર એક પછી એક લોકો તરફથી જવાબોનો ધમધમાટ જોવા મળ્યો છે. તો હવે તમે પણ જાણવા માગો છો કે આ ફળનું નામ શું છે અને લોકો તેને આમલી જેવું ફળ કે જલેબી કેમ કહી થયા છે. વાસ્તવમાં આ ફળનું નામ ગોરસ આમલી છે જેને ઘણા લોકો વિલાયતી આમલીના નામથી પણ જાણે છે. આ ફળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ પણ છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ તસવીરને લોકોએ જોઈ તો તેઓ કોયડો ઉકેલવા લાગ્યા છે. કેટલાક તેને જંગલ જલેબી કહે છે તો કેટલાક તેને વિચિત્ર આમલી કહે છે. એક યૂઝરે કોમેન્ટ બોક્સ પર લખ્યું કે આ ઝાડ પર વાવેલી જલેબી છે. બીજી તરફ કેટલાક યુઝર્સે જણાવ્યું કે ગુજરાતમાં તેને ગોરસ આમલી કહેવામાં આવે છે, જ્યારે કેટલાક તેને ગંગા આમલીના નામથી પણ ઓળખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *