દાહોદ નજીક સર્જાઈ કરુણાંતિકા: માર્ગ અકસ્માતમાં બે બહેનોએ લાડકવાયો ભાઈ અને માવતરે એકનો એક દીકરો ગુમાવ્યો

Published on: 11:42 am, Mon, 4 October 21

ગુજરાત: અવારનવાર માર્ગ અકસ્માત (Road accident) ની ભયંકર ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ દાહોદ (Dahod) ના કતવારા નજીક માર્ગ અકસ્માતમા કઠલા ગામ (Village) ના તબીબનુ મોત (Death) થયું છે. ડોક્ટરનું કરુણ મોત નીપજતાં પરિવારજનો માથે આભ તૂટી પડ્યું છે. માતા, પિતાએ પોતાનો એકનો એક વહાલસોયો દીકરો તેમજ દાદાએ પૌત્ર ગુમાવ્યો છે. બે બહેનોનો વહાલસોયો ભાઈ પણ હવે તેમની વચ્ચે નથી રહ્યો.

મૃતક રાહુલ લબાનાની પત્ની ગર્ભાવસ્થા અવસ્થામાં:
મધ્ય પ્રદેશમાં આવેલ ઝાબુઆથી પરત કઠલા બાજુ આવી રહેલ ઓરથોપેડિક તબીબે પોતાની કારના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલ્ટી મારી જતા ડો.રાહુલ લબાનાનુ મોત થયું હતુ. કરુણાંતિકા તો એ છે કે, ડોક્ટર રાહુલભાઇ લબાનાની પત્ની હાલમાં ગર્ભાવતી છે તેમજ લગ્ન જીવનના વર્ષો પછી ડોક્ટર રાહુલભાઇના ઘરે સૌપ્રથમ વખત પારણું બંધાવાનું હતું.

જેને કારણે હવે આ બાળક કદી પોતાના પિતાને મળી શકશે નહી. આજે ડોકટર રાહુલભાઇ લબાનાનું માર્ગ અકસ્માતમાં મોતના સમાચાર મળતાની સાથે જ ડોક્ટર રાહુલભાઇ લબાનાની પત્ની પણ આઘાતમાં સારી પડ્યા છે તેમજ પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

doctor killed in road accident near dahod mother loses one son1 - Trishul News Gujarati Breaking News Accident in Gujarat, accidental death, dahod, gujarat, અકસ્માત, ગંભીર અકસ્માત, ગમ્ખવાર અકસ્માત, ગુજરાત, ગોજારો અકસ્માત, દાહોદ, દાહોદ જીલ્લો, હાઈવે અકસ્માત

પરિવારજનોમાં આક્રંદ:
ડો. રાહુલભાઈ લબાના મધ્યપ્રદેશમાં આવેલ ઝાબુઆમાં પોતાનું ઓર્થોપેડીક સર્જનનું દવાખાનું ચલાવતા હતા. તેમની પત્ની પણ એમ.બી.બી.એસ.ડોક્ટર છે. આ તબીબ ભૂતકાળમાં છોટાઉદેપુરમાં સરકારી ડોક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે માતા-પિતા, દાદા, 2 બહેનો તેમજ પત્ની અને તેમના ગર્ભ પળી રહેલા બાળકને મૂકી ડોક્ટર રાહુલભાઇ લબાના છોડી જતા પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.

ડોક્ટર રાહુલ લબાનાના મોતના સમાચાર વાયુવેગે દાહોદ જિલ્લા ડોક્ટર આલમમાં ફેલાઈ જતા દાહોદ જિલ્લા ડોક્ટર આલમમાં પણ ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે. આમ, સમગ્ર પંથકમાં પણ ખુબ શોકનો માહોલ ફરી વળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.