પરણિત પ્રેમિકાથી છુટકારો મેળવવાં ડોક્ટરે ફિલ્મીઢબે એવું પગલું ભર્યું કે… જાણી તમે પણ ચોંકી ઉઠશો

Published on: 1:44 pm, Sun, 18 October 20

ગાઝિયાબાદમાં એક ડોક્ટરએ પરિણીત પ્રેમિકાથી છૂટકારો મેળવવા માટે ઝેરનું ઇંજેક્શન આપીને તેની હત્યા કરી હતી. 7 સપ્ટેમ્બરે 31 વર્ષીય મહિલા શબાના  ગાઝિયાબાદના મસૂરી વિસ્તારમાંથી ગુમ થઈ હતી. આ ખુલાસામાં ખબર પડી છે કે, ડોક્ટરએ મહિલાને તેના પ્રેમની જાળમાં ફસાવી, પહેલા તેને નોઈડા લઈ ગયો અને ત્યારબાદ તેને ઝેરનું ઇન્જેક્શન આપીને ચંદીગઢ લઈ ગયો અને તેની હત્યા કરી દીધી. આરોપી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પોતે જ પરિણીત છે. આ મામલો ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

ગુમ થયેલી મહિલા ની ફરિયાદ મસૂરી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસના લાખો પ્રયાસો બાદ પણ મહિલા મળી ન હતી. તાજેતરમાં જ પોલીસને ખબર પડી કે આ મહિલા આ વિસ્તારમાં રહેતા ડોક્ટર ઇસ્માઇલના સંપર્કમાં હતી.

પોલીસે બધી તપાસ હાથ ધરી તો જાણવા મળ્યું કે ડોક્ટરઇસ્મયીલ એ થોડા સમય પહેલા પોતાનો મોબાઇલ નંબર બદલ્યો હતો. પોલીસે તેના લોકેશનના આધારે ડોક્ટરનો જુનો મોબાઈલ નંબર શોધ્યો અને ઈસ્માઇલ ની ધરપકડ કરી. કડક પૂછપરછ કરતા ડો.ઇસ્માઈલે પોતાનો ગુનો કબૂલ્યો, આરોપીએ પોલીસને જણાવ્યું કે તે બહાના થી મહિલાને હરિયાણા લઈ ગયો હતો. જ્યાં ઝેરી દવાનું ઈન્જેકશન આપીને મહિલાની હત્યા કરી હતી. પછી, મહિલાની લાશ કુરુક્ષેત્ર વિસ્તારમાં  ઠેકાણે લગાવી હતી.

ત્યારબાદ  મહિલાના પતિના જણાવ્યા મુજબ, મહિલાએ ઘરમાંથી કેટલાક ઘરેણાં અને 1 લાખ 90 હજારની રોકડ રકમ લયી ને ગયી હતી. ડોક્તેટરએ  તેનો માલ હડપીને  તેની હત્યા કરી દીધી હતી. હાલ પોલીસ આરોપી પાસેથી વધુ માહિતી અને પૂછપરછમાં લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle