ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

કોરોનાથી બચવા આ ડોકટરે શોધી કાઢ્યો દેશી જુગાડ- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો

કોરોનાવાયરસના ભારતમાં વધતાં કહેર વચ્ચે એક ડૉક્ટરે દર્દીઓના ઈલાજ માટે દેશી જુગાડ શોધી કાઢ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે ડોક્ટર વગર કોઈ ppe  કીટ પહેરીએ દર્દીઓનો ઇલાજ કરી રહ્યો છે. પરંતુ તે ડૉક્ટરે જે અનોખો જુગાડ શોધી કાઢ્યો છે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે ડોક્ટરે કોઈ પીપીઈ કીટ પહેરી નથી. તેમ છતાં તે દર્દી નો ઈલાજ કરી રહ્યા છે. ડોક્ટરે સ્ટેથોસ્કોપ ના વાયર ને એ રીતે લાંબો કરીને ફીટ કર્યો છે કે દૂર બેઠેલા દર્દી નો ઈલાજ કરી શકે છે. દવાખાનામાં દૂર બેસેલા છે અને દર્દીને બેડ ઉપર બીજી બાજુ બેસાડ્યો છે.

ડોક્ટરે દર્દીની છાતી પર સ્ટેથોસ્કોપ રાખવા માટે કહ્યું અને પોતે બીજી બાજુ બેસી કાન લગાવી તેના હૃદયની ધડકનો સાંભળી રહ્યો છે. દર્દી દૂર બેઠા બેઠા જ પોતાની મુશ્કેલી વિશે ડોકટરને જણાવે છે.

ટ્વીટર પર લોકો આ ડોક્ટરને ડોક્ટર ઓફ ધ યર કહી રહ્યા છે. વિડિયોને ચાંદની નામના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયો અને શેર કરતા ચાંદની એ લખ્યું છે કે ડૉક્ટર ઓફ ધ યર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP