સુરત સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરોએ ખેંચની સમસ્યા અને કોરોના પોઝિટિવ સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવી

Published on Trishul News at 12:54 PM, Wed, 15 July 2020

Last modified on July 15th, 2020 at 12:54 PM

કોરોના સંક્રમિત સગર્ભા મહિલાઓ માટે પ્રસુતિ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલમાં અલાયદો વોર્ડ બનાવી પ્રસુતિની વ્યવસ્થા કરાઈ છે, તા.૧૦ જુલાઇના રોજ લિંબાયતની સગર્ભા મહિલા નિશા માંજરેકરને પ્રસુતિ માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમને પહેલાથી જ ખેંચ આવતી હતી. અને કોરોના પોઝિટિવ હતા. જેથી ગાયનેક વિભાગના હેડ અને પ્રોફેસર ડો.અશ્વિન વાછાણીની નિગરાની હેઠળ તરત જ અલાયદા કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

નિશાબેનની હાલત ગંભીર હોવાથી સિઝેરિયન ડિલીવરી કરવામાં આવી હતી. નિશાબેને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. ડિલીવરી બાદ પ્રસૂતાને ખેંચ આવતા વેન્ટિલેટર પર રાખી ફરજ પરના ડોક્ટરોએ યોગ્ય સારવાર આપવામા આવી હતી. આવી પરિસ્થિતિમાં ડોક્ટરોની મહેનતથી માતા અને બાળકને જીવનદાન મળ્યું હતું.

આ અંગે વિગતો આપતાં સ્મિમેર હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.પ્રિયંકા પટેલે જણાવ્યું હતું કે, લિંબાયત વિસ્તારમાંથી ૧૦ જુલાઇના રોજ બપોરે લિંબાયતનો માંજરેકર પરિવારે સગર્ભા નિશાબેનને લઈને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. આ સમયે લેબર પેઈન સાથે એમની હાલત અત્યંત ગંભીર હતી. સગર્ભા મહિલાને ખેંચની પણ સમસ્યા હતી. જેથી તેમને તાત્કાલિક દાખલ કરી રેપિડ એન્ટીજેનમાં કોરોના રિપોર્ટ કરતાં પોઝિટિવ આવ્યાં હતા. જેથી તેને આઇસોલેશન વોર્ડમા શિફ્ટ કરી સારવાર આપવામાં આવી હતી.

આવી પરિસ્થિતિમાં દર્દીના મગજમાં હેમરેજ, કોમામાં જવાના ચાન્સ વધુ હોય છે, દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે. જેથી સગર્ભા મહિલાને પ્રસ્તુતિ કરતા શરૂઆતમાં ડર લાગતો હતો. સગર્ભા મહિલાનું સિઝેરિયન કરવું જરૂરી હતું. સફળ પ્રસુતિ થઈ ગયા બાદ અચાનક મહિલાને ખેંચ આવી ગઈ હતી. જેથી બાળકને અલગ વોર્ડમા શિફ્ટ કરવામાં આવ્યું હતું. અને ખેંચની સારવાર શરૂ કરી પ્રસુતાને ખેંચનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. હાલત વધુ ગંભીર બનતાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સઘન સારવારના કારણે હવે પ્રસુતાની હાલત ૮૦ ટકા સારી છે. ડોક્ટરના નિગરાની હેઠળ બાળક-માતા સંપુર્ણપણે સ્વસ્થ છે.

નિશાબેનના પતિ વિકાસ વસંતરાવ માંજરેકરે જણાવ્યું હતું કે, ‘મારી સગર્ભા પત્ની નિશા માંજરેકરને લઈ અમે ૧૦ જુલાઈના રોજ બપોરે ૧૦૮ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તરત જ સારવાર ચાલુ કરી હતી. મારી પત્નીને સ્મીમેરમાં લાવ્યા એ દરમિયાન સતત ખેંચ આવતી હતી. તેની હાલત ગંભીર હોવાથી સિઝર દ્વારા પ્રસૂતિ અને ખેંચની સમયસર સારવાર આપી પત્ની અને બાળકનો જીવ બચાવ્યો હતો. ડોક્ટરોનો હું ઋણી છે જેમણે કપરી પરિસ્થિતિમાં સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરી એક પણ રૂપિયો લીધા વિના સારવાર કરી છે. સ્મીમેરના ડોક્ટરની સારવારથી મારા પત્ની અને બાળકને જીવતદાન મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "સુરત સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરોએ ખેંચની સમસ્યા અને કોરોના પોઝિટિવ સગર્ભા માતાની સફળ પ્રસુતિ કરાવી"

Leave a comment

Your email address will not be published.


*