સુરત: લિંબાયતમાં વિકૃત જાતિય સુખ મેળવતા વૃદ્ધના ગુપ્તભાગે ફસાય ગઈ પરફ્યુમની બોટલ

Published on: 12:29 pm, Thu, 19 November 20

આજકાલના લોકો સેક્સ્યુઅલ પ્લેઝર માટે વિચિત્ર હરકતો કરતા રહેતા હોય છે. અવાર-નવાર વ્યક્તિના ગુપ્તભાગમાં બોટલ, ગ્લાસ અને અન્ય વસ્તુઓ ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવતાં હોય છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં વિકૃત રીતે જાતિય સુખ મેળવવા માટે સંતોષવા માટે 56 વર્ષીય વૃદ્ધ પરફ્યુમની બોટલનો ઉપયોગ કરી રહ્યા હતા એ દરમિયાન બોટલ તેમના પૃષ્ઠભાગે ફસાઈ ગઈ હતી. જેથી દુઃખાવા સાથેની ક્ષોભજનક સ્થિતિમાં વૃદ્ધને તેમના પુત્રો સિવિલ હોસ્પિટલ લાવ્યા હતાં. સિવિલ હોસ્પીટલમાં તબીબોએ પાંચ મિનિટમાં બોટલ બહાર કાઢી દેતા વૃદ્ધને રાહત મળી હતી.

શરૂઆતમાં વૃદ્ધે જૂઠાણું ચલાવ્યું
લિંબાયત વિસ્તારમાં રહેતા 56 વર્ષીય વૃદ્ધને બુધવારની રાત્રે પીડા સહન ન કરી શકતા સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. શરૂઆતમાં વૃદ્ધે કહ્યું કે, તેઓ મંગળવારની રાત્રે પલંગ પર સૂતા હતા તે દરમિયાન નીચે પડી જતાં પૃષ્ઠભાગમાં પરફ્યુમની બોટલ ઘુસી ગઈ છે. ઘરે ઘણા પ્રયત્નો કરવા છતાં બોટલ બહાર ન નીકળતા તેઓ સિવિલ હોસ્પિટલ દીકરાને લઈને આવ્યાં હતાં. જો કે, સમગ્ર હકીકત અંગે મેડિકલ ઓફિસરે ખાનગીમાં પૂછતાં વૃદ્ધે ક્ષોભજનક સ્થિતિમાં હકીકત જણાવી હતી.

વૃદ્ધ સંતાનોને પણ ન કહી શક્યા
મેડિકલ ઓફિસરને એકાંતમાં વૃદ્ધે કહ્યું કે, તેઓ દિવેલ લગાવીને પરફ્યુમની બોટલથી વિકૃત જાતિય આનંદ મેળવી રહ્યા હતાં. એ દરમિયાન બોટલ છટકીને અંદર ફસાઈ ગઈ હતી. જેથી તેઓ ખૂબ પીડા અનુભવી રહ્યા હતાં. સંતાનોને કે અન્ય કોઈને કંઈ કહી ન શકાય તેવી સ્થિતિમાં મુકાઈ ગયા હતાં. આખરે દુઃખાવો અસહ્ય થતાં તેઓ અહીં આવ્યાં છે.

બોટલ બહાર નીકળતા વૃદ્ધ નાસી ગયા
સિવિલ હોસ્પિટલમાં તબીબોએ પાંચ જ મિનિટમાં બોટલ બહાર કાઢી આપ્યા બાદ વૃદ્ધને 30 મિનિટમાં જ આરામ મળી ગયો હતો. બાદમાં પોતે દવા લેવા જાય છે તેમ કહીને પુત્રને સિવિલમાં જ એકલો મુકીને નાસી ગયા હતાં. હોમોસેક્સ્યુઅલ કેસને લઈ ચર્ચાનો વિષય બન્યો હતો. હોસ્પિટલમાં વૃદ્ધના કૃત્યની જાણ થયા બાદ ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle