સુરત: ઓપરેશન પૂરું થયા બાદ ડોકટરોને માલુમ પડ્યું કે, કપડું ગળામાં જ રહી ગયું છે અને પછી જે થયું…

ગુજરાતનાં સુરત શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલ મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશન કર્યાના કુલ 21 દિવસ પછી CT…

ગુજરાતનાં સુરત શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવેલ મણકાના ઓપરેશન બાદ ડોકટર ગળાના ભાગે કપડું ભૂલી ગયા હતા. ઓપરેશન કર્યાના કુલ 21 દિવસ પછી CT સ્કેનમાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી છે. ત્યારપછી ફરીવાર સર્જરી કરીને કપડું કાઢી નાંખવામાં આવ્યું હતું.

ઓપરેશન કર્યાં પછી હાથ-પગ કામ કરતાં બંધ થઈ ગયા હતા:
દશરથભાઈ શિવરાજભાઈ પટેલને હાથ-પગના દુખાવો થયા પછી ફેમિલી ડોક્ટરનાં સૂચન પછી દશરથભાઈ મણકા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવવા માટે ગયા હતા. 25 ઓગસ્ટે મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે બધાં જ રિપોર્ટ કઢાવ્યા પચ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીને કુલ 7 કલાક સુધી ઓપરેશન કરવામાં આવ્યું હતું. આર્થિક સંકડામણને કારણે ડોક્ટરે મા વાત્સલ્ય કાર્ડ બનાવવાની સલાહ તથા એપ્રુલ મેસેજ આવે ત્યારપછી ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું. ઓપરેશન કર્યાં પછી હાથ-પગ કામ કરતાં બંધ થઈ ગયા હતાં.

ગરદન પાસે મૂકેલ ઓપરેશનના ચીરા પાસેથી પરુ નીકળવાની શરૂઆત થઈ:
મણકાના સ્પેશિયાલિસ્ટને આ અંગે વાતચીત કરતાં ઓપરેશન થયું છે એટલે એવું લાગે એમ એમણે જણાવ્યું. એમણે કુલ 3 દિવસ પછી રજા આપીને 10મા દિવસે ટાંકા કઢાવવા માટે આવવાનું સૂચન કર્યું હતું. રજા લીધા એના કુલ 7મા દિવસે ગરદનની પાસે મૂકેલ ઓપરેશનના ચીરા પાસેથી પરુ નીકળવાની શરૂઆત થઈ હતી.

મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને વાત કરતાં ડ્રેસિંગ કરી આવી જશે એવું જણાવીને દવા લખી આપી હતી. ડ્રેસિંગ કર્યાં પછી પરુ નીકળવાનું વધી જતાં દશરથભાઈએ ફેમિલી ડોક્ટરને વાત કરી હતી, જેને લીધે એમણે સર્જનને બતાવવાનું કહેતાં તેઓ સર્જન ડોક્ટરની પાસે ગયા હતા, જ્યાં CT સ્કેન કરાવતાં મણકાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની બેદરકારી સામે આવી હતી.

ઓપરેશનનો વિડિયો બનાવીને કોટન કપડું બહાર કઢાયું:
ગરદનના ભાગેથી પરુની સાથે જ કોટનના રેસા પણ બહાર આવતાં જોઈને સર્જન ડોક્ટર આશ્વર્યચકિત થઈ ગયાં હતા. સર્જને જણાવ્યું કે, આ ભૂલથી ગેગરીન પણ થઈ શકે તથા મૃત્યુ પણ, જેને લીધે ઓપરેશન કરીને કોટન-કપડું બહાર કાઢવું પડશે.

15 સપ્ટેમ્બરે આખું ઓપરેશન વિડિયો બનાવીને કોટન-કપડું બહાર કાઢવામાં આવ્યું હતું. કુલ 2 દીકરી તથા 1 દીકરાના પિતાએ ગંભીર બેદરકાર ડોક્ટર મણકાના સ્પેશિયાલિસ્ટની વિરુદ્ધ અઠવા પોલીસમાં વકીલ મારફતે ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે.

અરજી આધારે ડોક્ટરને નિવેદન માટે બોલાવવામાં આવશે:
DK રાઠોડ (PSI અઠવા પોલીસ સ્ટેશન)એ જણાવતાં કહ્યું હતું કે, અરજી નોંધીને પીડિત પરિવારના નિવેદન લઈ લેવામાં આવ્યાં છે. આજે હોસ્પિટલના ડોક્ટરને નિવેદન માટે બોલાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *