દેશમાં પ્રથમ વખત હમ્પનું સફળ ઓપરેશન: 7 કલાકના ઓપરેશન બાદ 22 પેડિકલ સ્ક્રૂ લગાવીને કરોડરજ્જુનું હાડકું કર્યું સીધું 

બિહાર: 16 વર્ષીય સૌરભ(Saurabh)ની કરોડરજ્જુનું હાડકું ત્રાસુ(Spinal cord strain) થઇ ગયું હતું. સમયની સાથે હાડકું યુ-ટર્ન થઈ રહ્યું હતું, જેના કારણે સૌરભનું શરીર જમણી તરફ…

બિહાર: 16 વર્ષીય સૌરભ(Saurabh)ની કરોડરજ્જુનું હાડકું ત્રાસુ(Spinal cord strain) થઇ ગયું હતું. સમયની સાથે હાડકું યુ-ટર્ન થઈ રહ્યું હતું, જેના કારણે સૌરભનું શરીર જમણી તરફ નમેલું હતું. તે ખૂંધ(Hump)નો શિકાર બન્યો અને તે તેના જીવન માટે શ્રાપ સમાન બની ગયો હતો. પરંતુ પટના મેડિકલ કોલેજ(Patna Medical College) અને હોસ્પિટલના ડોક્ટરો(Hospital doctors)એ ઓપરેશન(Operation)ના 7 કલાકમાં 22 પેડિકલ સ્ક્રુની મદદથી કરોડરજ્જુ સીધી કરી દીધી છે. પીએમસીએચનાં ડોકટરો(Doctors of PMCH)એ પ્રથમ વખત કરોડરજ્જુનું સફળ ઓપરેશન કરીને રેકોર્ડ બનાવ્યો છે અને કિશોરના જીવનમાંથી ખૂંધનો શાપ દૂર કર્યો છે.

16 વર્ષના સૌરભનું ભવિષ્ય જોખમમાં હતું. તે બાળપણમાં સંપૂર્ણ રીતે ઠીક હતો પરંતુ ધીરે ધીરે તેનું હાડકું એક બાજુએ વળતું રહ્યું હતું. હાડકાના યુ ટર્નને કારણે સૌરભ કોઈ કામ કરી શકતો ન હતો. જ્યારે તેને ડોકટરોને બતાવવામાં આવ્યું, ત્યારે જાણવા મળ્યું કે, તેને ખૂંધની સમસ્યા છે. જેમાં કરોડરજ્જુનું હાડકું ત્રાસુ થઇ જાય છે. ઉંમર વધવા સાથે સમસ્યા વધતી હોવાનું કહેવાય છે.

ડોક્ટરોએ તેના ઓપરેશનમાં ઘણા પૈસા ખર્ચવા અને બિહારથી દિલ્હી મુંબઈ જવા અંગે વાત કરી હતી. સૌરભ ખૂબ જ અસ્વસ્થ હતો અને ઘણી સારવાર લીધા પછી પણ જ્યારે તેને રાહત ન મળી ત્યારે તે પટના મેડિકલ કોલેજ પહોંચ્યો હતો. જ્યાં ડોક્ટરોની ટીમે ઓપરેશન કરીને તેને નવું જીવન આપ્યું છે. હવે સૌરભ સામાન્ય લોકોની જેમ સીધો છે અને સામાન્ય લોકોની જેમ કોઈ પણ કામ કરી શકશે.

પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ડો.મહેશ પ્રસાદના યુનિટમાં સૌરભનું ઓપરેશન કરવામાં આવ્યું છે. ઓપરેશન કરનારી ટીમના ડો.સૌરભ પ્રસાદ, ડો.વૈદ્યનાથ અને ડો.અનજીતે જણાવ્યું હતું કે, આ રોગ કોઇપણ ઉંમરે કોઇને પણ થઇ શકે છે. અત્યાર સુધી માત્ર પટના મેડિકલ કોલેજ જ નહીં પણ અન્ય મોટી તબીબી સંસ્થાઓમાં પણ આવા ઓપરેશન થયા ન હતા. ઓપરેશન કરનારા ડોક્ટરોએ કહ્યું કે, કરોડરજ્જુની પટ્ટી બાંધવી એકદમ જટિલ બની જાય છે. તેનું ઓપરેશન ખુબ મુશ્કેલ હોય છે. પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પ્રથમ વખત ઓપરેશનનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

ઓપરેટિંગ ટીમના ડોક્ટરોએ કહ્યું કે, પેડિકલ સ્ક્રૂ બે થી ચાર લગાવવામાં આવે છે પરંતુ સૌરભની કરોડરજ્જુને સીધી કરવા માટે 22 પેડિકલ સ્ક્રૂ લગાવવામાં આવ્યા છે. સ્ક્રુની મદદથી સૌરભનું હાડકું જે સાપની જેમ ત્રાસુ થઇ ગયું હતું, તેને સીધું કરવામાં આવ્યું છે. ડોક્ટરોનો દાવો છે કે, બિહારમાં આ પહેલી સર્જરી છે. જેમાં 22 પેડિકલ સ્ક્રૂ લગાવીને દર્દીની કરોડરજ્જુનું યુ-ટર્ન બોન સીધું કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે, માત્ર બે થી ચાર પેડિકલ સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સૌરભના ઓપરેશન પછી રેકોર્ડ બનાવવામાં આવ્યો છે.

ડોક્ટરોએ જણાવ્યું હતું કે, સૌરભની ઉંમર સાથે કરોડરજ્જુની વક્રતાની પ્રક્રિયા પણ વધી રહી છે. ઉંમર સાથે સૌરભના હાડકુ પણ વળતું જાય છે. તે પછી તેણે આખી જિંદગી વાકું વાળીને ચાલવું પડશે, એક સમય એવો પણ આવી શકતો હતો જ્યારે હાડકું સંપૂર્ણપણે યુ-બેન્ડ હતું, તો સૌરભને ચાલવામાં મુશ્કેલી પડી હોત. પરંતુ હવે ઓપરેશન બાદ તે સામાન્ય સ્થિતિમાં આવી ગયો છે. ટૂંક સમયમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, ધીમે ધીમે તેનું જીવન સામાન્ય થઈ જશે. પીએમસીએચ વહીવટીતંત્રે ડોક્ટરોની આ સફળતા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *