જાગો ગૌભક્તો- ગૌમાતાનું ઓપરેશન કરી 52 કિલો પ્લાસ્ટિક પેટમાંથી કાઢ્યું

Published on Trishul News at 10:00 AM, Fri, 25 October 2019

Last modified on October 25th, 2019 at 10:06 AM

આજનો દિવસ એટલે વાઘબારસનો પરમ-પવિત્ર દિવસ. આજના આ પાવન દિવસે આપણી ગાય માતાનું પૂજન કરવામાં આવે છે. પણ આજના સમયમાં જે પર્યાવરણને નુકશાન થઇ રહ્યું છે, જેનાથી પશુઓને ખુબ તકલીફ ઉભી થઇ છે. ખાસ કરીને રોડ પર રખડતા પશુઓ જેતે ખાઈ લેતા હોય છે અને એનો પછી મોટું પરિણામ આવતું હોય છે.આવી જ એક ઘટના સામે આવી છે.

તમિલનાડુના મુખ્યમંત્રી કે.પલાનીસ્વામીએ કહ્યું કે, મદ્રાસ વેટરનરી હોસ્પિટલના ડોક્ટરોએ 6 વર્ષની ગાયના પેટમાંથી 52 કિલો પ્લાસ્ટિક કચરો, સિરિન્જની સોય, નાખ, સિક્કા અને ભોજનને પેક કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એલ્યુમિનિયમ ફોઈલ કાઢી હતી. મુખ્યમંત્રીએ ગાયનું ઓપરેશન કરનારા ડોક્ટરની ખુબ પ્રશંસા કરી હતી.

ગાયનો માલિક મુનિરત્નમે તેને લઈને હોસ્પિટલ આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તેની ગાયે ખાવાનું છોડી દીધું છે. આથી ડોક્ટરોએ કેટલાક ટેસ્ટ કર્યા પછી એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેન કર્યું હતું. ત્યાર પછી ડોક્ટરોને જોવા મળ્યું કે, ગાયના પેટમાં પ્લાસ્ટિક છે. માટે ડોક્ટરોએ ઓપરેશન કરીને તેને દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

ડો. બાલા સુબ્રમણિયમના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી આમ સતત 5 કલાક સુધી ઓપરેશન કર્યું હતું. ડોક્ટરોએ સાથે-સાથે કહ્યું કે, ગાયના પાચનતંત્રમાં 75% પ્લાસ્ટિકનો કચરો હતો. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ કહ્યું કે, ગાયની તબિયત સારી છે અને હવે તે ખોરાક લઈ રહી છે. તેમણે કહ્યું કે, પ્લાસ્ટિક માત્ર પ્રયાવરણ જ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ નુકસાનકારક છે.

ડૉક્ટરોના જણાવ્યા મુજબ, ગાયે આ કચરો પાછવા 2 વર્ષમાં ગ્રહણ કર્યો હતો. ગાયના ઉપચાર દરમ્યાન ડૉક્ટરોએ ગાયના પેટમાં પ્લાસ્ટિક મળ્યું હતું. જેને કારણે ગાય પાછલા દિવસોથી કાંઈ પણ ખાય રહી નહોતી. ડૉક્ટરો અનુસાર, ગાય હવે સ્વસ્થ છે અને બરાબર રીતે ખાઈ પણ રહી છે.

તેમણે કહ્યું કે, આ રીતે રસ્તા પર કચરો ફેલાવવાના કારણે ગાયો તેના સંપર્કમાં આવે છે. જેને લઈને તેની તબિયત પર માઠી અસર પહોંચે છે. ડૉક્ટરોએ અપીલ કરી છે કે, લોકો રસ્તા પર આમ-તેમ કચરો ફેંકે નહિ. જેને કારણે પ્રાણીઓએ તેનો ભોગ આપવો પડે છે. જે ખૂબજ ગંભીર બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "જાગો ગૌભક્તો- ગૌમાતાનું ઓપરેશન કરી 52 કિલો પ્લાસ્ટિક પેટમાંથી કાઢ્યું"

Leave a comment

Your email address will not be published.


*