શું તમારા ફોનમાં પણ લીલી લાઈટ થાઈ છે? તો તમારો ફોન કોઈ હેક કરી રહ્યું છે… – જલ્દી કરો આ કામ

એપલ સ્માર્ટફોનની કંપનીએ તાજેતરમાં જ તેના ફોનમાં ચાલતા ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેરને અપગ્રેડ કર્યું છે. iOS-14 માં એપલ કંપનીએ તેના દરેક આઈફોન્સ માટે એક નવું સોફ્ટવેર…

એપલ સ્માર્ટફોનની કંપનીએ તાજેતરમાં જ તેના ફોનમાં ચાલતા ઓપરેટિંગ સિસ્ટમના સોફ્ટવેરને અપગ્રેડ કર્યું છે. iOS-14 માં એપલ કંપનીએ તેના દરેક આઈફોન્સ માટે એક નવું સોફ્ટવેર બહાર પાડ્યું છે. આ અપગ્રેડ થયેલા સોફ્ટવેરમાં એક નવું ફીચર બનાવવામાં આવ્યું છે.

આ મુજબ જો કોઈ તમારી મંજૂરી વગર તમારા સ્માર્ટફોનમાં કેમેરો અથવા સ્પીકર ઓન કરેશે તો, આ સ્માર્ટફોનના ફ્રંટ કેમેરાની બાજુંમાં એક બ્લિંકર(લાઈટ) આપોઆપ જ ચાલુ થઈ જશે. જોકે, અત્યાર સુધી આનો ઉપયોગ વધારે કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે આને ઉપયોગમાં લેવામાં આવ્યું છે.

શું છે આ ગ્રીન અને ઓરેન્જ બ્લિંકર:
સુત્રો અનુસાર આઈફોનમાં જો લીલા કલરનું બ્લિંકર દેખાઈ રહ્યું છે તો સમજો કે તમારો કેમેરા એક્ટિવેટ થયેલો છે. જો કોઈ એપ તમારી વીડિયો રિકોર્ડ કરી રહી છે. તો તે એનો ફોટો પણ પાડી શકે છે. આ સિવાય જ્યારે ફોનમાં ઓરેન્જ બ્લિંકર દેખાય છે, તો સમજો કે કોઈ એપ તમારી વોઇસ રિકોર્ડ કરી રહી છે.

સુત્રો અનુસાર હવે એપલ કંપનીના નવા સોફ્ટવેર મુજબ યુઝર તેના ફોનના કેમેરા અને ઓડિયોને જાતે જ કંટ્રોલ કરી શકે છે. આવું સેટીંગ કરવા માટે મોબાઇલના કંટ્રોલ સેન્ટરમાં જવાનું રહેશે. ત્યાં કોઈ એપને જો વીડિયો અથવા ઓડિયો રિકોર્ડ કરવાની પરમિશન આપવામાં આવી છે તો તેને બંધ કરી દો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *