શું તમે પણ સામાન્ય તાવ, શરદી કે માથાના દુખવામાં ડોલો-650નો ઉપયોગ કરો છો? તો ચેતી જજો નહીતર…

છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. સતત કોવિડ-19ના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. કોરોનાના મોટાભાગના કેસમાં દર્દી ને માત્ર…

છેલ્લા 2 વર્ષમાં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. સતત કોવિડ-19ના નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે. કોરોનાના મોટાભાગના કેસમાં દર્દી ને માત્ર શરદી, ખાંસી, તાવ અને ફેફસામાં સંક્રમણની જ ફરિયાદ મળી છે. કોરોના મહામારીના આ સમયગાળામાં જ્યારે શરદી, તાવના લક્ષણો જોવા મળે છે ત્યારે મોટાભાગના લોકો ડોલો-650નો ઉપયોગ દવા તરીકે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે નિષ્ણાતની સલાહ વિના આ દવાના સેવનની આડઅસર પણ જોઈ શકાય છે?

આ દવા વિવિધ તત્વોથી બને છે જેમાં એક પેરાસિટામોલ છે, જે તાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. કોરોનાના લક્ષણોમાં એક મુખ્ય લક્ષણ તાવ છે. આ સાથે ડોલો-650 માથાનો દુખાવો, દાંતનો દુખાવો, કમરનો દુખાવો, નર્વ પેન, મસલ્સ પેઈનમાં પણ રાહત આપે છે, જેના કારણે આ દવાનો વિચાર કર્યા વગર ઉગ્ર ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દવાના ઉપયોગ બાદ તે મગજમાં મોકલવામાં આવતા પેન સિગ્નલને ઘટાડી દે છે, જેનાથી દર્દીઓને રાહત મળે છે. આ દવાના સેવનથી આપણા શરીરમાં જે કેમિકલ નીકળે છે તે પ્રોસ્ટાગ્લેન્ડિન્સને પણ રોકે છે, જે દર્દ વધારનારા અને શરીરનું તાપમાનને વધારનારુ હોય છે.

અત્યાર સુધી કોરોનાની ચોક્કસ સારવાર મળી નથી, જેના કારણે તબીબો પણ અત્યાર સુધી માત્ર કોરોનાના લક્ષણોના આધારે જ સારવાર કરી રહ્યા છે. આ દવાને વાપરતા પહેલા, તમારા ડોક્ટરને તમારી અત્યારની દવાઓની જાણ કરો, વિરોધી ઉત્પાદનો પર (દા. ત. વિટામીન, આયુર્વેદિક પુરકો, વિગેરે), એલર્જી, પેહલાથી થયેલા રોગો, અને અત્યારની આરોગ્ય વિષયક સ્થિતિ (ગર્ભાવસ્થા, નજીક આવતી સર્જરી વગેરે). કેટલીક વખત શારીરિક સ્થિતિઓ તમને દવાની આડ-અસરોની વધુ નજીક પહોંચાડતી હોય છે. તમારા ડોક્ટરની સલાહ અને ઉત્પાદનની અંદર રહેલા માર્ગદર્શન પ્રમાણે જ દવા લો. તમારી માત્રાઓનું પ્રમાણ તમારી સ્થિતિ અનુસાર રાખો.

કોરોનાના આ કાળમાં જ્યારે શરદી, તાવ આવે છે ત્યારે લોકોએ તબીબી સલાહ વગર પણ દવાઓનો ઉપયોગ કર્યો છે. તાવ, હાથ-પગના દુખાવાની સ્થિતિમાં પણ ડોલો-650 નો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ કોઈ પણ નિષ્ણાતની સલાહ વિના આ દવાનો ઉપયોગ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *