નકારાત્મક ઉર્જાથી બચાવ ચંદ્રગ્રહણ પૂર્ણ થતાં જ તમારી રાશિ પ્રમાણે કરો દાન

ચંદ્રગ્રહણ(Lunar eclipse), સૂર્યગ્રહણ (solar eclipse)ને હિન્દુ ધર્મ(Hinduism) અને જ્યોતિષશાસ્ત્ર (Astrology)માં શુભ માનવામાં આવતું નથી. તેથી, તેની નકારાત્મક અસરોથી બચવા માટે ગ્રહણ પછી સ્નાન કરવામાં આવે…

ચંદ્રગ્રહણ(Lunar eclipse), સૂર્યગ્રહણ (solar eclipse)ને હિન્દુ ધર્મ(Hinduism) અને જ્યોતિષશાસ્ત્ર (Astrology)માં શુભ માનવામાં આવતું નથી. તેથી, તેની નકારાત્મક અસરોથી બચવા માટે ગ્રહણ પછી સ્નાન કરવામાં આવે છે. આજે, 16 મે 2022, સોમવારે વૈશાખ પૂર્ણિમાના દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. પૂર્ણિમાના દિવસે પણ દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેથી આજે ગ્રહણ પૂર્ણ થયા બાદ તમારે દાન અવશ્ય કરવું જોઈએ. તમારી રાશિ અનુસાર દાન કરવું વધુ સારું રહેશે. તેનાથી પરેશાનીઓ દૂર થશે, પાપોનો નાશ થશે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.

ચંદ્રગ્રહણ પછી રાશિ પ્રમાણે દાન કરો:
મેષ – મેષ રાશિના લોકોએ ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ ચોખાનું દાન કરવું જોઈએ.
વૃષભ – વૃષભ રાશિના લોકોએ દૂધ-દહીં, ખીરનું દાન કરવું જોઈએ.
મિથુન – મિથુન રાશિના લોકોએ ગાયોને ચારો ખવડાવો જોઈએ. તેમજ શક્ય હોય તો ગાયની સેવા કરવી.

કર્ક – ગરીબોને ચોખાનું દાન કરવાથી કર્ક રાશિના લોકો માટે શુભ ફળ મળશે.
સિંહ – સિંહ રાશિના લોકોએ ખાંડનું દાન કરવું.
કન્યા – ચંદ્રગ્રહણ પછી કન્યા રાશિના લોકોએ ઘઉંના લોટનું દાન ગરીબોને કરવું જોઈએ.

તુલા – તુલા રાશિના જાતકોએ ગ્રહણ બાદ દૂધ કે સાકરનું દાન કરવું. તેમના માટે ગ્રહણ દરમિયાન ‘ઓમ ક્રીણ કાલીકે સ્વાહા મંત્ર’નો જાપ કરવાથી પણ ફાયદો થશે.
વૃશ્ચિક – વૃશ્ચિક રાશિના લોકો ગરીબોને પૈસા દાન કરી શકે છે. ગાયત્રી મંત્રનો પણ જાપ કરો.
ધનુ – ધનુ રાશિના લોકોએ પીળા વસ્ત્રો અથવા ભોજનનું દાન કરવું જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ પણ કરો.

મકર – આ ​​રાશિના લોકો દૂધ અને ઘીનું દાન કરી શકે છે. પાણીનું દાન કરવું પણ સારું રહેશે.
કુંભ – કુંભ રાશિના જાતકોને કાળા તલ, કાળા વસ્ત્રોનું દાન કરો.
મીન – મીન રાશિવાળા લોકોએ ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. ગરીબોને ભોજન આપો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *