સિવિલમાં મોરબીની બ્રેઈન ડેડ આરતી પટેલના પરિવારના એક વિચારથી પાંચ લોકોને મળશે નવજીવન

મોરબી(ગુજરાત): અંગદાનએ એક મહાનદાન ગણવામાં આવે છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્ય લોકોના અંધકારમય જીવનને મદદરૂપ કરીને તેમને નવજીવન અર્પે છે. મોરબીના કોયલી ગામની આરતી પટેલના…

મોરબી(ગુજરાત): અંગદાનએ એક મહાનદાન ગણવામાં આવે છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્ય લોકોના અંધકારમય જીવનને મદદરૂપ કરીને તેમને નવજીવન અર્પે છે. મોરબીના કોયલી ગામની આરતી પટેલના પરિવાજનોએ માનવતા મહેકી ઉઠે તેવું કામ કર્યું છે, દુનિયામાં મૃત્યુએ એક સનાતન સત્ય છે તેમાંથી કોઈ બચી શકવાનું નથી. અત્યારે આપણું અસ્તિત્વ ટકેલું હોય છે પરતું તમને જાણીને નવાઈ લાગશે કે, મૃત્યુબાદ પણ આપણે અન્ય વ્યક્તીને અંગદાન કરીને કામ આવી શકીએ છીએ.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોરબીના કોયલી ગામની આરતીના અંગોનું દાન કરવામાં આવ્યું છે. પરિવાજનોએ બ્રેઈન ડેડ જાહેર થતા આરતીના અંગોને હોસ્પિટલને દાન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ સિવિલમાં આરતીના 5 અંગોને ડોનેટ કરવામાં આવ્યા હતા. આરતીના મૃત્યુ બાદ પણ તેના અંગો થકી અન્ય કોઈ વ્યક્તિના અંધકારમય જીવનમાં પ્રકાશ લાવવાનું કામ કર્યું છે. મૃત્યુબાદ અંગદાન કરીને અન્યના અંધકારમય જીવનને મદદરૂપ મોરબીની આ દીકરી થઇ છે.

મળતી માહિતી મુજબ, હવે ધીમે ધીમે અંગદાનનું મહત્વ સમજાતું જાય છે, બ્રેઈન ડેડ થતા પછી વ્યક્તિના અંગો જો ડોનેટ કરવામાં આવે તો તેના પર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્ટડી કરવામાં મદદ મળે છે. એટલું જ નહીં, મેડિકલ ક્ષેત્રમાં સંશોધનમાં વધુ સારુ કામ પણ થઇ શકે છે. છેલ્લા 9 મહિનામાં 9 લોકોના 27 અંગોને ડોનેટ કરવામાં આવ્યા છે. આમ બમોબીના કોયલી ગામની બ્રેઈન ડેડ આરતીના અંગોને દાન કર્યા પછી હોસ્પિટલના ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અંગદાન એ મહાદાન છે મૃત્યુબાદ પણ એક વ્યક્તિએ 4 લોકોનું જીવન બચાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *