ગ્રંથો અનુસાર આ કામોથી તમારું આયુષ્ય ઓછું થાય છે,જાણો અને રહો સાવધાન

ગ્રંથો લોકોના જીવનથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી આપે છે. ગ્રંથો માં એવા કામો વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે કરવાથી તમારી સમસ્યાઓ વધી…

ગ્રંથો લોકોના જીવનથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી આપે છે. ગ્રંથો માં એવા કામો વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે.

ગ્રંથો લોકોના જીવનથી સંબંધિત ઘણી મહત્વપૂર્ણ માહિતી આપે છે. ગ્રંથોમાં એવા કામો વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે કરવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. તે કાર્યોથી તમારું આયુષ્ય ઓછું થઇ શકે છે. તે તમારા સ્વાસ્થ્યના સંદર્ભમાં યોગ્ય નથી. આ લેખ દ્વારા, જાણો કે ગરુડ પુરાણ અનુસાર, આવા પાંચ કામો છે જે કરવાની મનાઈ છે કારણ કે તેનાથી આયુષ્ય ઓછું થવાનું જોખમ વધી શકે છે.

શારીરિક સંબંધ:

ગ્રંથો અનુસાર, વ્યક્તિએ સવારના સમયે શારીરિક સંબંધ ન બનાવવા જોઈએ. તેનાથી આયુષ્ય ઘટે છે.

દહીંનું સેવન

દહીં આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે, પરંતુ તેનું સેવન રાત્રે કરવાથી શરીર પર પ્રતિકૂળ અસર કરે છે. રાત્રે દહીં ખાવાથી રોગ થવાની સંભાવના વધી જાય છે. તેની સીધી અસર તમારા આયુષ્ય પર પડે છે.

સવારે મોડું ઉઠવું

સવારે લેટ ઉઠાવના કારણે પણ આયુષ્ય ઘટે છે. તેથી એ જ કારણ છે કે બ્રહ્મા મુહુર્તમાં ઉઠવાનું કહેવામાં આવે છે. સવારની શુદ્ધ, તાજી અને ઓક્સિજનથી ભરપૂર હવામાં શ્વાસ લેવાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. બીમારીઓથી રાહત મળવા સાથે શ્વસનતંત્ર તંદુરસ્ત રહે છે. તેનાથી વિપરિત, જો તમે સૂર્યોદય પછી જાગો છો, તો તમારું આયુષ્ય ઓછું થાય છે. માત્ર આ જ નહીં, શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ નુકસાન પહોંચાડે છે

વાસી માંસ

વાસી અને સૂકું માંસ ખાવું શરીર માટે ઘણું જીવલેણ હોઈ શકે છે. વાસી માંસ ખાવાથી કેન્સર જેવા ગંભીર રોગો થઈ શકે છે. હકીકતમાં, વાસી માંસમાં ઘણા બેક્ટેરિયા હોય છે જે પેટમાં જાય છે અને ઘણા પ્રકારની બીમારીઓનું કારણ બને છે.

સ્મશાનનો ધુમાડો

જયારે સ્મશાનમાં કોઈ શરીને સળગાવવામાં આવે છે, ત્યારે તેમાંથી ઘણા પ્રકારના હાનિકારક પદાર્થો પણ બહાર આવે છે. મૃત શરીર ઘણા પ્રકારના વાયરસ અને બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે. જ્યારે શવનો દાહ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે કેટલાક વાયરસ-બેક્ટેરિયા નાશ પામે છે અને કેટલાક હવાના સંપર્કમાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ તે વાયુના સંપર્કમાં આવે છે ત્યારે વાયરસ તે વ્યક્તિના શરીરમાં લાગી જાય છે અને વિવિધ પ્રકારના રોગોનું કારણ બને છે. આ રોગોને લીધે વ્યક્તિનું આયુષ્ય ઘટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *