જીમ ટ્રેનરે સુસાઈડ નોટ લખીને કરી આત્મહત્યા- લખ્યું: બહેનોને મોઢું ન બતાવતા અને ગર્લફ્રેન્ડને અંતિમ સંસ્કારમાં ન આવવા દેતા, નહીં તો આત્મા ભટકશે

આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે આવી જ…

આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા છે. ત્યારે આવી જ એક આત્મહત્યાની ધટના ઈંદોરથી સામે આવી છે. જ્યાં છાવણી વિસ્તારમાં રહેતા એક જિમ ટ્રેનરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જ્યારે ભાઈ ક્રિકેટ રમવા માટે બુટ પહેરવા રૂમમાં પહોંચ્યો ત્યારે તેણે તેને ફાસી પર લટકતો જોયો હતો.

ટ્રેનરના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું છે કે, બંને પિતરાઈ બહેનોને મારો ચહેરો બતાવાસો નહિ. તેમજ ગર્લફ્રેન્ડને પણ અંતિમ સંસ્કારમાં બોલાવશો નહીં. જો મારી આ છેલ્લી ઈચ્છા પૂરી નહી થાય તો મારી આત્મા ભટકતી રહેશે.

સંયોગિતાગંજ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકનું નામ વિનોદ વર્મા છે, જે એક જિમ ટ્રેનર છે. રવિવારે સવારે તેનો મૃતદેહ ભાઈ નિતેશે ફાંસી પર લટકતો જોયો હતો. ત્યારબાદ, તે તેને હોસ્પિટલમાં લઈ ગયો હતો. લોકડાઉનને કારણે ગોપાલે થોડા સમય માટે કામ છોડી દીધું હતું.

તપાસમાં જાણવા મળ્યું છે કે, પરિવારમાં તેની મિલકતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. આમાં તે પિતરાઈ બહેનો પર ગુસ્સે હતો. પોલીસે સુસાઈડ નોટ કબજે કરી છે. ગોપાલને બે ભાઈઓ નિતેશ અને અંકુશ છે. જ્યારે માતા-પિતા પણ સાથે જ રહે છે.

હું પોતાની મરજીથી આત્મહત્યા કરી રહ્યો છું
ગોપાલે સુસાઇડ નોટમાં કહ્યું છે કે, તે પોતાની મરજીથી આત્મહત્યા કરી રહ્યો છે. તેણે લખ્યું છે કે, તે જે પણ કરી રહ્યો છે તે પોતાની ખુશી માટે કરી રહ્યો છે. ભાઈ અંકુશે જણાવ્યું કે, ગોલુ અને મન્નુ તેની સગી બહેનો નથી. તેઓ કાકાની પુત્રીઓ છે અને બંને પરિણીત છે. ઘરમાં થોડા સમયથી મામાના પરિવાર સાથે મિલકત બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. જ્યાં બંને પિતરાઈ બહેનો વિવાદમાં દખલ કરી રહી હતી. કદાચ આ જ કારણથી ગોપાલે સુસાઈડ નોટમાં આ વાત લખી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *