પીએમ મોદી કે કોવિંદનો ફોટોગ્રાફ ઉપયોગ કરતાં રાખજો સાવચેતી , નહીતો થશે જેલ..

પ્રાઇવેટ કંપનીઓ, સામાજિક સંસ્થાઓ કે કોઇ વ્યક્તિ દ્વારા ખોટી રીતે વડા પ્રધાન નરેન્દ્ મોદી કે રાષ્ટ્રપતિ કોવિંદનો ફોટો વાપરવા સામે કેન્દ્ર સરકારે ચેતવણી ઉચ્ચારી હતી.…

પ્રાઇવેટ કંપનીઓ, સામાજિક સંસ્થાઓ કે કોઇ વ્યક્તિ દ્વારા ખોટી રીતે વડા પ્રધાન નરેન્દ્ મોદી કે રાષ્ટ્રપતિ કોવિંદનો ફોટો વાપરવા સામે કેન્દ્ર સરકારે ચેતવણી ઉચ્ચારી હતી. રાષ્ટ્ર્રીય પ્રતીકો અને નામોનો (ખોટી રીતે કે ગેરકાયદે ઉપયોગ ) ધારો 1950માં જરૂરી સુધારા કરીને એવી ચેતવણી આપવામાં આવી હતી કે વડા પ્રધાન યા રાષ્ટ્રપતિની આગોતરી પરવાનગી વગર જાહેરખબરમાં તેમનું નામ કે ફોટો વાપરનારી સંસ્થાઓને પાંચ લાખ રૂપિયાનો દંડ અને છ માસની જેલ થઇ શકે છે.

જીઓ અને પેટીએમ દ્વારા તસ્વીરોનો ઉપયોગ

રિલાયન્સના જીઓ તથા પેટીએમ દ્વારા તાજેતરમાં વડા પ્રધાનના ફોટો સહિત જાહેરખબરો પ્રકાશિત કરવામાં આવી હતી. વપરાશકારોને લગતી બાબતોના કેન્દ્રીય મંત્ર્યાલયે આ બંને કંપનીઓને કાનૂની નોટિસ મોકલીને પૂછ્યું હતું કે વડા પ્રધાનનો ફોટો કે નામ વાપરવા માટે તમે અગાઉથી પરવાનગી લીધી હતી કે ?

તસ્વીરોના ઉપયોગ માટે પહેલાથી લેવી પડે છે પરવાનગી

1950ના જુના કાયદામાં કરેલા સુધારાને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરાશે અ્ને કાયદાને અપડેટ કરાશે. ગમે તે વ્યક્તિ કે સંસ્થા વડા પ્રધાન કે રાષ્ટ્રપતિના નામ કે ફોટોગ્રાફનો પોતાની જાહેરખબરમાં ઉપયોગ કરી શકે નહીં. એ માટે આગોતરી પરવાનગી લેવી જરૂરી બની રહેશે.

શા માટે લેવામાં આવી રહ્યા છે આ પગલાં?

છેલ્લા થોડા સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ અને નામનો વ્યાપકપણે દુરુપયોગ થઇ રહ્યો હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું હતું એટલે આ પગલાં લેવાયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *