તબીબી ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આ પટેલ ડોક્ટરને ‘વર્લ્ડ ઓફ રેકોર્ડ બુક’ એનાયત કરાયો

Published on: 5:44 pm, Wed, 7 April 21

હાલમાં પટેલ સમાજને ગૌરવ અપાવનાર દામનગર સમસ્ત સમાજના ડો. મહેશ ભાતિયા (પટેલ) ને લઈ સમાચાર સામે આવ્યા છે. મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં અલ્પનિય સિદ્ધ પ્રાપ્ત કરવાં બદલ વર્લ્ડ ઓફ રેકોર્ડ બુક દ્વારા વિશાખાપટ્ટનમમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

દામનગર સમસ્ત લેઉવા પટેલ સમાજના યુવાન ની અસાધારણ મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં અકલ્પનિય સિદ્ધિ પ્રાપ્ત કરવાં બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે. દામનગરમાં રહીને સામાન્ય હીરાધસુ પિતા રમણિકભાઈ ગોરધનભાઈ ભાતિયા (પટેલ) નો દીકરો ડો. મહેશ ભાતિયાએ સુરતને કર્મભૂમિ બનાવી હતી.

સહજ ક્લિનિકથી તબીબી વ્યવસાય કરતા ડો. મહેશ ના પિતા સામાન્ય હીરાધસુ તેમજ દાદા કડીયા કામ જેવા લેબર કાર્ય કરીને સંતાનને અલ્પ આવકથી તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરાવી ડોકટર બનાવ્યો હતો. પહેલાથી જ અતિ જિજ્ઞાશા વૃત્તિ કંઇક નવીનતમ કરવાની સાહસ વૃત્તિ ધરાવતાં ડો. મહેશે મેડિકલ ક્ષેત્રમાં હોમિયોપેથીક દવાથી નિ:સંતાન દંપતી ને સંતાન પ્રાપ્તિ માટે કરેલ પ્રયાસ સફળ થયો હતો.

જેના બદલ એમને વજ્ર વર્લ્ડ રેકોર્ડ બુક દ્વારા 4 વર્ષ જૂના નિઃસંતાનપણા ના કેસમાં માત્ર 6 મહિના હોમિયોપેથીક સારવારથી સફળતાપૂર્વક પરિણામ મેળવવાં બદલ સિદ્ધિની નોંધ લીધી હતી. “આગ કે દરિયામાં ક્યાંય કેડી નથી દોસ્ત, એનો એ અર્થ નથી કે સફર કોઈ એ ખેડી નથી.”

અથાગ મહેનત તેમજ શુદ્ધ ભાવના થી કરેલ કાર્ય ક્યારેય પણ નિષ્ફળ જતુ નથી એ જ રીતે નિઃસંતાનપણાના આ અશક્ય કેસમાં હોમિયોપેથીક સારવારથી પરિણામ આપીને વર્લ્ડ રેકોર્ડ કરેલ છે કે, વજ્ર વર્લ્ડ રેકોર્ડ વિશાખાપટ્ટનમમાં ડો. મહેશ ભાતિયાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ડો. મહેશ ને વૈદક જાણે વારસામાં ઉતરી આવ્યું હોય તેમ શ્રીમંત સરકાર સયાજીરાવ ગાયકવાડ વડોદરા સ્ટેટ દ્વારા વર્ષો અગાઉ તેમના દાદા સ્વ. વૈદ ભગવાનભાઈ તેજાભાઈ દર્દી નારાયણો ની સેવા કરવાં બદલ “વૈદક” RMP ની પદવી એનાયત કરવામાં આવી હતી.

સમસ્ત લેઉવા પટેલના સામાન્ય પરિવાર ના યુવાન ડો. મહેશ ભાતિયાએ નિ.સંતાન દંપતીને સંતાન પ્રાપ્ત કરાવીને અપાવેલ સિદ્ધિ બદલ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાના સૂત્રધાર અગ્રણીઓએ શુભેચ્છા પાઠવીને અભિવાદન કરી રહ્યા છે. આમ, પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.