મોટાભાગના લોકો નથી જાણતા કે, બ્લેક ફંગસથી બચવા આ વાતનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે- જાણો શું કહ્યું સીનિયર ડૉક્ટરોએ…

કોરોના વાયરસની સાથે સાથે હાલ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા માળો છે. જેને બ્લેક ફંગસ પણ કહે છે. દેશના ઘણા રાજ્યોમાં બ્લેક…

કોરોના વાયરસની સાથે સાથે હાલ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં પણ દિવસેને દિવસે વધારો થતો જોવા માળો છે. જેને બ્લેક ફંગસ પણ કહે છે. દેશના ઘણા રાજ્યોમાં બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. જોકે, આ સંક્રમણ ડાયાબિટીસના દર્દીઓમાં વધુ જોવા મળી રહ્યું છે. તેને લઈને દિલ્હી AIIMSના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયા અને મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડૉ. નરેશ ત્રેહન દ્વારા આ રોગ વિશે ઘણી મહત્ત્વની જાણકારીઓ આપવામાં આવી હતી.

દર્દીને સ્ટીરોઈડનો હળવો ડોઝ આપો-
બ્લેક ફંગસથી બચાવ માટે કેટલીક વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. તેમને ડૉક્ટરની સલાહ પર જ સ્ટીરોઈડ આપવું જોઈએ. આ ઉપરાંત સ્ટીરોઈડનો હળવો અને મધ્યમ ડૉઝ જ દર્દીઓને આપવો જોઈએ.

કોરોનાની બીજી લહેરમાં સ્ટીરોઈડ ઈંજેક્શનની ખપત વધી-
કોરોના સંક્રમણની બીજી લહેરમાં સ્ટીરોઈડ ઈંજેક્શનની માંગ વધી છે. હાલ જોવા મળી રહ્યું છે કે, દર્દીઓનો જીવ બચાવવા માટે ડૉક્ટર દ્વારા આ ઈંજેક્શનનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીરોઈડ આપ્યા બાદ બ્લડ સુગરની માત્રા વધવાનું જોખમ વધુ રહે છે.

સ્ટીરોઈડ લેતા હો તો બ્લડ સુગર ચેક કરતા રહો-
જો કોઈ લાંબા સમયથી સ્ટીરોઈડ લઈ રહ્યું હોય, તો ડાયાબિટીસ જેવી સમસ્યા આવી શકે છે. એમાં ફંગલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ બીમારીમાં મ્યૂકરમાઈકોસિસ એટલે કે, બ્લેક ફંગસ ખૂબ જ સામાન્ય છે. એસ્પરગિલોસિસ જેવું ફંગલ ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આથી, સ્ટીરોઈડ લેતા હો તો બ્લડ સુગર ચેક કરતા રહેવુ જરૂરી છે.

બ્લેક ફંગસના લક્ષણો વિશે મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહને જણાવ્યું હતું કે, આંખની પાપણ પર સોજો, દેખાતુ ઓછું થવું, ગાલ પર સોજો, નાકમાં દુઃખાવો, મોઢાની અંદર ફંગસ પેચ, આંખમાં દુઃખાવો, જકડાઈ જવું અથવા ચહેરાનો કોઈ ભાગ સુજી જવો આ લક્ષણો છે. જો આવા લક્ષણો દેખાય તો તરત જ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર પડે છે.

તેમણે કહ્યું કે, બ્લેક ફંગસને કાબૂ કરવાનો એક જ ઉપાય છે. સ્ટીરોઈડનો વિવેકપૂર્ણ ઉપયોગ અને ડાયાબિટીસને કંટ્રોલ કરવો. આ સાથે જ તેમણે જાણકારી આપી હતી કે, બ્લેક ફંગસ ખાસ કરીને માટીમાં રહેલો હોય છે, જે લોકો સ્વસ્થ હોય છે, તેમના પર તે હુમલો નથી કરી શકતું.

આ ઉપરાંત ડૉ. નરેશ ત્રેહને જણાવ્યું કે, તે નાક અથવા મોઢા દ્વારા શરીરમાં પ્રવેશે છે. ત્યારબાદ તે આંખ સુધી પહોંચે છે અને ત્રીજા ચરણમાં તે મગજ પર અટેક કરે છે. જાણવા મળ્યું છે કે, તેની સારવાર માટે ચારથી છ અઠવાડિયા સુધી દવા લેવી પડે છે. ઉપરાંત ઘણા ગંભીર મામલાઓમાં ત્રણ મહિના સુધી પણ સારવાર ચાલી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *