ગોળ અને જીરું પાણીમાં ઉકાળીને પીવાથી થાય છે જબરદસ્ત ફાયદા- મોટાભાગના લોકોને મળ્યું સારું પરિણામ

Published on: 2:49 pm, Sun, 21 March 21

હાલમાં જયારે સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવા સમયમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખુબ જરૂરી બન્યું છે. આની સાથે-સાથે જ શરીરમાં રોગ-પ્રતિકારક શક્તિ જળવાઈ રહેવી પણ ખુબ જરૂરી છે. આવા સમયે અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ કે, જે આપને ખુબ મદદરૂપ થશે.

જીરું તથા ગોળ મોટાભાગના લોકોના ઘરમાં હોય જ છે પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં રહેલ જીરું તથા ગોળ એમ બન્ને આરોગ્ય માટે ઔષધીસમાન છે. આ બન્ને વસ્તુઓને ભેળવીને એવું મિશ્રણ તૈયાર કરી શકાય છે કે, જેને પીવાથી અનેક બીમારીમાંથી છૂટકારો મળે છે. આજે અમે આપને આ મિશ્રણથી થતાં ફાયદા અંગે જણાવીશું.

મિશ્રણ બનાવવાની રીતઃ
એક વાસણમાં 2 કપ પાણી લઈને તેમાં 1 ચમચી જીરું તથા 1 ચમચી ગોળ ભેળવીને એને 10 મિનિટ સુધી ઉકાળ્યા બાદ નવશેકું રહે એટલે ગાળીને પીવું જોઈએ. આવો એનાંથી થતાં ફાયદા જાણીએ…

1. કબજિયાત :
જીરું તથા ગોળનો ઉકાળો પીવાથી ડાયજેશન ખુબ સારું રહે છે. આની સાથે જ એને રેગ્યુલર પીવાથી કબજિયાતમાં પણ ખુબ રાહત મળે છે.

2. પેટની સમસ્યા :
જીરું તથા ગોળનો ઉકાળો પીવાથી પેટમાં ઠંડક થાય છે તેમજ ડાયજેશનમાં સુધારો થાય છે. આની સાથે જ પેટ દર્દની સમસ્યા પણ દૂર થઈ જાય છે.

3. એસીડીટી :
જીરું તથા ગોળનો ઉકાળો પેટમાં એસીડની અસરને દૂર કરે છે. આનાથી પેટ ફૂલવાની તથા એસીડીટીની સમસ્યા દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle