સુરતમાં સતત વધી રહ્યો છે ડ્રગ્સનો વ્યાપાર: પોલીસે લાખોની કિંમતના ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો

સુરતમાં છેલ્લા એક મહિનાથી પોલીસે ડ્રગ્સ માફિયા અને ડ્રગસનું સેવન કરનારાઓની ધરપકડની કાર્યવાહી કરી રહી છે. મહિધરપુરા પોલીસે તેવામાં વધુ એક આરોપી ડ્રગ્સ સાથે પકડવામાં…

સુરતમાં છેલ્લા એક મહિનાથી પોલીસે ડ્રગ્સ માફિયા અને ડ્રગસનું સેવન કરનારાઓની ધરપકડની કાર્યવાહી કરી રહી છે. મહિધરપુરા પોલીસે તેવામાં વધુ એક આરોપી ડ્રગ્સ સાથે પકડવામાં આવ્યો છે. સુરતના ભાથે વિસ્તરમાં રહેતો આમીન ખાન સાહિર ખાન પઠાણ આરોપી છે અને તે ખાનગી કંપનીમાં નોકરી છે.

તે સુરત ડ્રગ મુંબઇમાં રીક્ષા ચલાવનાર વ્યક્તિ પાસેથી લાવતો હતો તે દરમિયાન મહિધરપુરા પોલીસને આ વિષે જાણ થઇ હતી. અને ત્યારે આરોપી પર નિગરાની ગોઠવી હતી ત્યારે આરોપી આમીન સુરત બસ સ્ટેશન પાસેથી પસાર થઇ રહ્યો ત્યારે પોલીસે તેને પકડી પડ્યો હતો. અને તેની તપાસ કરતા તેના પાકીટમાંથી 15.58 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

પકડાયેલ આરોપી કડકાઇથી પૂછપરછ કરતા આરોપી પોતે ડ્રગ્સનો ઉપયોગ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે પણ હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવે તો અનેક ખુલાસાઓ થશે. ડ્રગ્સની હેરાફેરીમાં અન્ય આરોપીઓ પણ સામે આવે તો નવાઈ નથી કઈ.

અત્રે ઉલેખનીય છે કે, આવી જ એક ઘટના અગાઉ પણ સામે આવી ચુકી છે. સુરતના ડુમસમાં 9 મહિના પહેલા કરોડના એમડી ડ્રગ સાથે સલમાન ઝવેરી નામના યુવકની ધડપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસે આ ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપી મનોજ પાટીલની પણ ધડપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે મનોજ પાટીલને મુંબઈના પનવેલ પાસેથી ઝડપી પાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *