ભાજપની સભામાં દારૂડિયો મોજમાં! વિડીયો ઉતરતા ડેમેજ કંટ્રોલ કરવા આડા આવી ગયા કાર્યકર્તા

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના પડઘમ વાગી ચુક્યા છે અને ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના પડઘમ વાગી ચુક્યા છે અને ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણીને પગલે દરેક રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર સભાઓ યોજવામાં આવી રહી છે. એવામાં હાલ આવી જ એક સભાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દારૂડિયાઓની મોજ જોવા મળી રહી છે.

મળતી માહિતી અનુસાર, આ વિડીયો ટંકારાના હડમતિયામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં યોજાયેલી સભાનો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયો વાયરલ થતા લોકોએ પણ મજા લીધી હતી. ચૂંટણીની મોસમ આવતાં જ ચા, નાસ્તો ને જરૂર પડે છાંટોપાણી કરવાની પણ વ્યવસ્થા થઈ જતી હોવાની વાતોને પણ સમર્થન મળે છે.

ભાજપના નેતાનું ભાષણ દારૂડિયાએ રોડ નીચે આળોટીને સાંભળ્યું ને સાથોસાથ મનફાવે એવો બફાટ પણ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો બની રહ્યો હોવાની જાણ થતાં જ ભાજપના એક કાર્યકરે કરેલી કળા પણ કેમેરામાં કેદ થઈ ગઈ. આ વિડીયો જોતા ઘણા લોકોએ મજા લીધી હતી, જયારે ઘણા લોકોએ આ વિડીયો પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *