55 વર્ષની વિધવાના મોંમાં ડૂચો મારી 32 વર્ષના યુવાને આચર્યું દુષ્કર્મ, જાણો ક્યાંની છે હિચકારી ઘટના

Published on Trishul News at 12:52 PM, Mon, 24 May 2021

Last modified on May 24th, 2021 at 12:52 PM

ગુજરાતમાં કોઈને કોઈ જગ્યાએ મહિલા દુષ્કર્મનો ભોગ બનતી રહે છે. વડોદરાના સાવલી પંથકમાંથી દુષ્કર્મની ધટના સામે આવી છે. તેમાં એક યુવાને માતા જેટલી ઉમર ની મહિલા સાથે દુષ્કર્મ કયું હતું. પોલીસે આગળની કાર્યવાહી હાથઘરી છે. 55 વર્ષની વિધવા મહિલા પર 32 વર્ષના યુવકે રાત્રીના સમય દરમિયાન મહિલાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ કર્યું હતું. વિધવા મહિલાએ એ મદદ માટે 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો હતો.  મહિલા સુરક્ષાની ટીમ પહોચી આવી હતી, તેને પૂરી ધટના જાણ્યા બાદ સાંત્વના આપી સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી હતી.

મળતી જાણકારી મુજબ, આ મહિલા સાવલી પાસે ગામમાં રહેતી હતી. 55 વર્ષની મહિલાના પતિનું 5 વર્ષ પહેલાં અવસાન થયું હતું. આ મહિલાના 2 પુત્ર છે અને તેઓ બીજા સ્થળે ફેક્ટરીમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને આ વિધવા મહિલા મજૂરીકામ કરે છે.

ગુરુવારે ગામમાં લગ્ન યોજાયા હતાં, જેમાં વિધવા કામ કરવા ગયા બાદ પરત આવી ઘરે સૂતી હતી. તે દરમિયાન પ્રવિણ ઉર્ફે ચંપક પરમાર રાત્રીના અંધકારમાં તેના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ આરોપી એ વિધવાને પકડી લઇ મોઢામાં કાગળ ની ડૂચો ભરવી ને દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ વિધવાએ આ મામલાની જાણ પોતાની બહેનને કરી હતી.

તેની બહેને મદદ મેળવવા અભયમ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કર્યો હતો. જેથી અભયમની દ્વારા પોલીસ અને 108 એમ્બુલન્સને જાણ કરાઈ હતી. મહિલા સુરક્ષાની ટીમ મહિલા પાસે પહોંચી હતી અને તેને સાંત્વના આપી ગુનાની ગંભીરતા જોતાં સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા લઇ ગઇ હતી. પોલીસે દુષ્કર્મ કરનારા શખ્સની સામે ગુનો નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "55 વર્ષની વિધવાના મોંમાં ડૂચો મારી 32 વર્ષના યુવાને આચર્યું દુષ્કર્મ, જાણો ક્યાંની છે હિચકારી ઘટના"

Leave a comment

Your email address will not be published.


*