નવા ટ્રાફિક નિયમો ને કારણે હજુ પણ RTO માં સવારે ૩ વાગ્યાથી લાગી રહી છે લાઈનો…

Due to the new traffic rules still lines up at RTO from 3 am ...

Published on: 12:53 pm, Fri, 4 October 19

રાજ્ય સરકાર દ્વારા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને લોકોમાં ટ્રાફિક અંગે જન જાગૃતિ આવે તે માટે નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં મૂક્યો છે નવા મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવતાની સાથે જ વાહનચાલકોએ આરટીઓ કચેરી ખાત દોટ મૂકી છે.

6.1 3 » Trishul News Gujarati Breaking News

લાયસન્સ, લાયસન્સ રીન્ય, આરસી બુક તથા વાહનોના ફીટનેશ સર્ટી માટે લાંબી કતારો જોવા મળતી હોય છે અત્યાર સુધી દરરોજ ૪૦ થી ૫૦ નો વાહનો ફિટનેસ સર્ટિ માટે આરટીઓ કચેરી ખાતે આવતા હતા .જોકે જ્યારથી રાજ્ય સરકાર દ્વારા નવો નિયમ અમલમાં મૂક્યો છે.

6.3 3 » Trishul News Gujarati Breaking News

ત્યાર થી રોજના ૫૦૦ થી વધુ વાહનોની ફિટનેસ સર્ટિ માટે લાંબી કતારો જોવા મળી રહી છે સુરત આરટીઓ કચેરી ખાતે રાત્રીના 3 વાગ્યાથી વાહન ચાલકો લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. અદાજીત 3 કિલો મીટર જેટલી લાંબી લાઇનો લાગી હતી. લોકો પોતાનો ધંધો રોજગાર છોડીને આરટીઓ કચેરીની બહાર જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.