આટલી નાની ઉંમરે આવી હિંમત આવે છે ક્યાંથી? યુવતીએ બોયફ્રેન્ડ સાથે મળી બહેનપણીને જ મોતને ઘાટ ઉતારી દીધી અને…

ઝારખંડ(ભારત): 9મી જુલાઈથી લાપતા થયેલ એક વિદ્યાર્થીની સોમવારે ખાડામાંથી લાશ મળી આવી છે. આ ઘટનાની તપાસ થતા મોટો ખુલાસો સામે આવ્યો છે. તેની જ બહેનપણી…

ઝારખંડ(ભારત): 9મી જુલાઈથી લાપતા થયેલ એક વિદ્યાર્થીની સોમવારે ખાડામાંથી લાશ મળી આવી છે. આ ઘટનાની તપાસ થતા મોટો ખુલાસો સામે આવ્યો છે. તેની જ બહેનપણી કોમલે સોની નામની વિદ્યાર્થીની હત્યા કરી હતી. કોમલે તેના બોયફ્રેન્ડ સાથે મળીને સોનીનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેની લાશને ખાડો ખોદી તેમાં દાટી દીધી હતી. ત્યારબાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, સોની અને કોમલ બહેનપણીઓ હતી અને દુમકાના રસિકપુર વિસ્તારની એક લોજમાં રહેતી હતી. બંને વચ્ચે નાની નાની વાતે ઝઘડો થતો હતો. તેનાથી પરેશાન થઈને કોમલે સોનીનું મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. તેણે આ કામ માટે પોતાના બૉયફ્રેન્ડને તૈયાર કર્યો હતો.

કોમલના બોયફ્રેન્ડ સચિને સોનીની હત્યા કરવા માટે રિયાઝ નામના એક વ્યક્તિની મદદ લીધી હતી. સોનીને કોમલે સચિનના બર્થડેના બહાને પોતાની લોજ પર બોલાવી હતી. ત્યારબાદ બોયફ્રેન્ડની લોજમાં લઈ ગઈ હતી. સોનીને કઈ ખબર પડે તે પહેલાં જ કોમલ રિયાઝ અને સચિને તેના પર હુમલો કર્યો હતો અને ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ દુમકા શહેરથી 3-4 કિલોમીટર દૂર એક વેરાન જગ્યાએ ખાડો કરીને તેમાં તેની લાશને દફનાવી દીધી હતી.

સોનીના ગુમ થવાથી પરેશાન થઈને પિતાએ પોલીસની મદદ લીધી હતી. જોકે, પોલીસે પુત્રીની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ સોનીના માતાપિતાએ 16મી જુલાઈએ એસપી કચેરીએ ધરણા કર્યા હતા. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન તપાસમાં મોબાઇલ અને ડીઆર દ્રારા જાણવા મળ્યું હતું કે, ગુમ થઈ તે સમયે કોમલ અને સોની વચ્ચે ફોન પર વાત થઇ હતી. પોલીસે કોમલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કબુલાત કરી છે કે, સચિન અને રિયાઝ સાથે મળીને આ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. સોમવારે પોલીસે આરોપી સચિન અને રિયાઝની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *