મ્યુકરમાઇકોસીસથી બચવા સૌથી પહેલા આ બે વસ્તુઓથી દુર રહો! જાણો ડો. વસંત પટેલે શું આપી ચેતવણી?

Published on Trishul News at 5:23 PM, Wed, 12 May 2021

Last modified on May 12th, 2021 at 5:23 PM

કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. જેને લીધે ઘણા કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટ્યા છે. જયારે બીજી લહેરે લોકોને હોસ્પીટલમાં બેડ મેળવવા અને ઓક્સીજન મેળવવા આમથી તેમ દોડતા કરી દીધા છે. ત્યારે અમુક દર્દીઓ ઘર બેઠા જ સારવાર લઇ રહ્યા છે તેના માટે મહત્વના સમાચાર કહી શકાય.

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને કારણે ઘણા લોકો ચિંતિત છે ત્યારે તેઓ પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલાક ગૌ પ્રેમીઓ ગોઘૃત, ગોમૂત્ર, ગોબર, ગોરસ અને ગોદુગ્ધથી પંચગવ્ય સ્નાન કરી રોગપ્રતિકારક શક્તિ વધારી રહ્યા છે. પરંતુ મહત્વનું એ છે કે આવા ગૌમૂત્ર અને છાણથી રોગપ્રતિકારક શક્તિ વધવાને બદલે ફંગલ ઇન્ફેકશન લાગવાની ચેતવણી તબીબ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે અને કહી રહ્યા છે કે જેને લીધે મ્યુકરમાઇકોસીસ જેવા ગંભીર ચેપી રોગ થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

કોરોનાના સંક્રમણ સામે લડવા માટેનો એક માત્ર ઉપાય વેક્સિન અને કોવીડ નિયમોનું પાલન કરવું છે. કોરોના સામે લડવા લોકો વેક્સિન લઇ રહ્યા છે તે પર થી કહી શકાય કે લોકોમાં જાગૃતિ આવવા લાગી છે. જયારે લોકો આ કોરોના કાળમાં પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા નવા પ્રયોગો કરી રહ્યા છે. પરંતુ આવા કોઈ પણ કારણ વગરના પ્રયોગો વ્યક્તિઓને ભારે પડી શકે છે. ગૌ પ્રેમીઓ ગોબર,ગોમૂત્ર,ગોરસ, ગોઘૃત અને ગોદુગ્ધથી પંચગવ્ય સ્નાન કરી રહ્યા છે. જયારે ગૌમૂત્ર અને છાણ ભયંકર રોગનું સ્વરૂપ ધારણ કરી શકે છે અને લોકોને મોટી મુસીબતોનો સામનો પણ કરવો પડી શકે છે.

આ વિશે જાણીતા અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર અને ફિજીશિયન ડો. વસંત પટેલે જણાવતા કહ્યું છે કે, ગૌમૂત્રના સ્નાન અને ગાયના ગોબરથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેવા વિડીઓ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે જે તમામ વિડીઓ સત્યતાથી દૂર છે. ગૌમૂત્ર દ્વારા સ્નાન કરવાથી કે ગાયના છાણના લેપ કરવાથી કોરોના દુર જતો રહેશે જેવી ગેરમાન્યતા લોકોમાં ઠરી છે જે તદન ખોટી છે. આ પ્રકારના પ્રયોગ કરીને તમે ચેપી રોગને આમંત્રણ આપી રહ્યા છો.

મ્યુકરમાઇકોસીસની ફંગસ છાણમાં જોવા મળતી હોય છે. એટલે આવા છાણથી કોરોના તો મટવાનો નથી પણ આવું કરવાથી મ્યુકરમાઇકોસીસ કે અન્ય ઘણી બીમારીઓમાં સપડાઇ શકો છો. જો આપને કોરોના થયો છે, તો ડોકટરની સલાહ મુજબ જ આગળ વધો, માસ્ક, સેનિટાઈઝર, સોશિયલ ડિસ્ટનસ જેવા નિયમોનું પાલન કરો. હું લોકોને અપીલ કરું છુ કે, આવા કોઈ ખોટા ભ્રમિત પ્રચારમાં કે ઊંટવૈધામાં આવશો નહિ.

મ્યુકરમાઇકોસીસની ફંગસ છાણમાં જોવા મળે છે. જેને લીધે છાણથી કોરોના દુર તો નથી જવાનો પરંતુ આ બધું કરવાથી મ્યુકરમાઇકોસીસ કે અન્ય ઘણી બીમારીઓના ભોગ બની શકો છો. જો કોઈ વ્યક્તિને કોરોના થયો હોય તો તે તરત જ ડોક્ટરની સલાહ લે અને ડોકટર કહે તે મુજબ જ આગળ વધો સાથે માસ્ક પહેરો, હાથને વારંવાર ધુઓ, સામાજિક અંતર જાળવો. ત્રિશુલ ન્યુઝ તમને વિનંતી કરી રહ્યું છે કે, આવી કોઈ ખોટી ગેરમાન્યતા અને ખોટા ભ્રમિત પ્રચારમાં આવશો નહિ.

મ્યુકોરમાઇકોસીસ રોગના લક્ષણો:
ચહેરાના એક ભાગમાં સોજો આવવો, માથાનો દુખાવો થવો, સાઈનસ(નાકની આજુબાજુનો ભાગ) જામ થઈ જવું, નાક ઉપર કે અંદર કાળા ચાઠાં પડવા, છાતીમાં દુખાવો થવો, ઉલટી થવી, કફ થવો, પેટમાં દુખાવો થવો, ઉપલા જડબામાં દુખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું.

શું છે મ્યુકોરમાઇકોસીસ બીમારી?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મ્યુકોરમાઇકોસીસ એક ફંગલ ઇન્ફેક્શન છે જે હવામાં રહેલા તેના બેક્ટેરિયા થી ફેલાય છે મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે. તેમજ જડબા નું હાડકું પણ નીકળવું પડે છે. આ બીમારી માણસનું ૫૦% મગજ પણ ખરાબ કરી શકે છે.

ડોક્ટરના કહેવા પ્રમાણે, મ્યુકોરમાઇકોસીસની એક માત્ર ઈન્જેકશન છે જે એમફોટોરીશીન બી છે અને આ ઈનજેકશન સળંગ ૪૨ દિવસ લેવા પડે છે જેની કિંમત પણ એક ઈનજેકશનના ૧૫થી લઈ ૧૮ હજાર રૂપિયા છે. અને આ રોગ કોરોના ના દર્દીમાં લાગે તો ૧૦ દિવસમાં જ તેનું મોત થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "મ્યુકરમાઇકોસીસથી બચવા સૌથી પહેલા આ બે વસ્તુઓથી દુર રહો! જાણો ડો. વસંત પટેલે શું આપી ચેતવણી?"

Leave a comment

Your email address will not be published.


*