દ્વારકામાં સાધુ પર, આ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો લાગ્યો આરોપ. જાણો સમગ્ર ઘટના…

Published on Trishul News at 5:30 PM, Fri, 28 June 2019

Last modified on June 28th, 2019 at 5:30 PM

દ્વારકામાં એક ધાર્મિક સંપ્રદાયના વૃધ્ધ સંતે યુવતી પર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો દેવભૂમિ દ્વારકા 181 અભયમમાં કોલ મળ્યો હતો. અભયમને જાણ થતા 181ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતી પાસેથી સમગ્ર હકિકત મેળવ્યા બાદ મામલો દ્વારકા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

જ્યાં દ્વારકા પોલીસને ધાર્મિક સંપ્રદાયના મંદિરમાંથી નોકરીમાંથી કાઢી મુકતા યુવતીએ સંત પર પાયાવિહોણો દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હોવાનું કબુલ્યું હતું. સમગ્ર બનાવથી દ્વારકામાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ મામલે પોલીસે યુવતી પાસે માફીપત્રક લખાવી દુષ્કર્મ આચર્યું હોવાની વાત આક્ષેપ હોવાનું જાહેર કર્યું હતું.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષની યુવતીએ દ્વારકા સ્વામીનારાય મંદિરમાં સ્વામી વિરૂધ્ધ બળાત્કાર કર્યાની આક્ષેપ સાથે 181 ઉપર ફરીયાદ કરતા દ્વારકા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. મળતી વિગત અનુસાર દ્વારકા સ્વામિનારાયણ મંદિરના 70 વર્ષીય સ્વામી પ્રેમજીવનએ સ્વામિનારાયણ મંદિરમાં જ કામ કરતી યુવતી ઉપર 4 વખત દુષ્કર્મ ગુજરાયાની ઘટના સામે આવતા દ્વારકા સ્વામિનારાયણ મંદિર ચર્ચામાં રહ્યું હતું.

70 વર્ષીય સ્વામી પ્રેમજીવન સ્વામીએ યુવતીને પોતાના રૂમમાં સફાઈ કરવા આવવાની બહાને બોલાવી 4 વખત દુષ્કર્મ આચરતા યુવતી અવાર નવાર થતા શોષણથી કંટાળી 181માં ફોન કરી મદદ માંગી હતી. સ્વામી દ્વારા યુવતીના પતિને નોકરીમાંથી નીકાળી દેવાની તેમજ માર ખવડાવાની ધમકી આપ્યાનો પણ આરોપ યુવતીએ સ્વામી પર લગાવ્યો હતો.

બીજી બાજુ 181 હેલ્પલાઇન દ્વારા પીડિત યુવતીને દ્વારકા પોલીસને સોંપતા દ્વારકા પોલીસ દ્વારા યુવતી તેમજ તેના પિતાને ધમકાવી ફરિયાદ ન કરવા લેખિત લીધું હોવાનું બહાર આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. તો પીડિતાએ પોલીસ તંત્રથી ન્યાય ન મળતા ખુબજ દુઃખ ની લાગણી વ્યક્ત કરી હતી.

આ અંગે દ્વારકા પીઆઇ દેકાવડીયાએ જણાવ્યું કે, યુવતી અને તેના પતિની પુછપરછ કરતા તેને સમગ્ર કૌભાંડ સ્વામી વિરૂધ ખોટું દર્શાવાયું હોવાનું જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "દ્વારકામાં સાધુ પર, આ મહિલા સાથે દુષ્કર્મ કરવાનો લાગ્યો આરોપ. જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*