પાટીદારો પર લાઠી વરસાવવાના સંગીન આરોપ લાગ્યા છે તે DySp અને કોન્સ્ટેબલ લાંચ માંગતા ભેરવાયા

ઘટના સૌરાષ્ટ્રના રાજકોટની છે. હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી જે એમ ભરવાડ અને કોન્સ્ટેબલે રૂ.10…

ઘટના સૌરાષ્ટ્રના રાજકોટની છે. હથિયારના કેસમાં નામ ખૂલતાં આરોપીને માર નહીં મારવા તેમજ ઊંડાણપૂર્વક પૂછપરછ નહીં કરવા બદલ ડીવાયએસપી જે એમ ભરવાડ અને કોન્સ્ટેબલે રૂ.10 લાખની લાંચ માગી રૂ. 8 લાખમાં સેટલમેન્ટ કર્યું હતું. શનિવારે કોન્સ્ટેબલે ધોરાજી જઇ રૂ.8 લાખ સ્વીકારતાં જ અમદાવાદ એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. ડીવાયએસપી ભૂગર્ભમાં ઉતરી જતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

ફરિયાદીના મિત્રનુ નામ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના હથિયારના ગુન્હામાં ખુલ્યું હોવાનુ કહી આરોપી કોન્સ્ટેબલ ગોવિંદ સોનારાએ જણાવ્યું હતું. ત્યારબાદ ફરીયાદીને Dysp પાસે રજુ કરવા અને માર નહી મારવા તેમજ વધુ પુછપરછ નહીં કરવાના બદલામાં Dysp જે એમ ભરવાડ વતી કોન્સ્ટેબલે ફરીયાદી પાસે લાંચ પેટે રૂપિયા 10 લાખ ની માંગણી કરી હતી, જો કે અંતે આ સોદો રૂપિયા 8 લાખ માં નક્કી થયો હતો.

જો કે ફરીયાદી લાંચ આપવા માંગતો ન હતો, જેથી તેણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી. દ્વારા ગોઠવેલા લાંચના છટકામાં આરોપી કોન્સ્ટેબલે ફરીયાદી પાસે લાંચની માંગણી કરી લાંચ સ્વીકારી આરોપી dysp સાથે મોબાઈલ ફોનથી વાત કરી લાંચની રકમ આવી ગયેલાનું જણાવ્યું હતું. જો કે આ દરમિયાન આરોપી કોન્સ્ટેબલ ગોવિંદને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *