આ ઘરેલું ઈલાજથી દુર થશે કાનની પીડા, જાણો વિગતવાર

Published on Trishul News at 12:23 AM, Wed, 11 November 2020

Last modified on November 11th, 2020 at 12:23 AM

તલમાં લસણની કળી તળીને, તે તેલનાં ટીપાંને કાનમાં નાંખવાથી કાનનાં સણકા તેમજ કાનની રસી મટી જાય છે. આદુનાં રસને થોડું ગરમ કરીને કાનમાં નાંખવાથી સણકા મટી જાય છે. મધનાં ટીપાને કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો તેમજ રસી મટી જાય છે.

તલનાં તેલમાં હિંગ નાંખીને ઉકાળીને તે તેલનાં ટીપાને કાનમાં નાંખવાથી દુઃખાવો મટી જાય છે. તુલસીનાં રસના ટીપાં કાનમાં નાંખવાથી કાનનો દુઃખાવો તેમજ સણકા મટી જાય છે તેમજ કાનમાંથી પરુ નીકળતું હોય તો તે પણ બંધ થઇ જાય છે. કાંદાનો રસ તેમજ મધ મેળવી આ રસનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનાં સણકા તેમજ દુઃખાવો મટી જાય છે.

નાગરવેલનાં પાનનો રસ ગરમ કરીને આ રસનાં ટીપાંને કાનમાં નાંખવાથી કાનનાં સણકા તેમજ દુઃખાવો મટી જાય છે. આંબાનાં પાનનો રસ ગરમ કરીને તેનાં ટીપાં કાનમાં નાંખવાથી કાનનાં સણકા તેમજ દુઃખાવો મટી જાય છે. ફલાવેલી ફટકડી તેમજ હળદર ભેગી કરીને કાનમાં નાંખવાથી કાન પાક્યો હોય તેમજ રસી નીકળતા હોય તો તે મટી જાય છે.

વરિયાળીને અધકચરી વાટીને પાણીમાં ઉકાળો. આ પાણીની વરાળ દુઃખતા કાન ઉપર લેવાથી કાનની બહેરાશ, કાનનું શૂળ તેમજ કાનમાં થતો અવાજ મટી જાય છે. તલમાં થોડી રાઈને વાટીને કાનનાં સોજા ઉપર લેપ કરવાથી સોજો મટી જાય છે. કાનમાં કોઈ જીવજંતુ ભરાઈ ગયું હોય તો સરસિયાના તેલના ટીપાં નાંખવાથી તે મટે છે.

સફેદ કાંદાનાં રસનાં ટીપાંને દરરોજ 2 વાર નાંખવાથી બહેરાશ મટી જાય છે. કાનમાં બગાઈ, કાનખજૂરો જેવાં જીવજંતુ ગાય હોય તો તે મધ તેમજ તેલ ભેગા કરીને કાનમાં ટીપાં નાંખવાથી ખુબ જ ફાયદો થાય છે, કાનનું શૂળ તેમજ રસી પણ મટી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "આ ઘરેલું ઈલાજથી દુર થશે કાનની પીડા, જાણો વિગતવાર"

Leave a comment

Your email address will not be published.


*