રોંગ સાઈડમાં કાર લઈને જવું શખ્સને મોંઘુ પડી ગયું- એક નાનકડી ભૂલના કારણે આવ્યો જીવ ગુમાવવાનો વારો ‘ઓમ શાંતિ’

બિલાસપુર(Bilaspur): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. એમાં પણ છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓના આકડાએ હદ પાર કરી દીધી છે. દરરોજ માત્ર…

બિલાસપુર(Bilaspur): અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. એમાં પણ છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓના આકડાએ હદ પાર કરી દીધી છે. દરરોજ માત્ર અકસ્માતને કારણે જ કેટલાય લોકોના મોત થતા હોય છે. ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી આવ્યા છે. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના બિલાસપુરમાં શનિવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં એક કાર ચાલકનું મોત થયું હતું. હાલ પોલીસ અકસ્માતની તપાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત બિલાસપુર જિલ્લાના ઘુમરવિન સબ-ડિવિઝનમાં ઘુમરવિન-હમીરપુર નેશનલ હાઇવે પર થયો હતો. નસવાલ પાસે સામેથી જતી એક કાર ટ્રક સાથે અથડાઈ હતી અને ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. કાર ચાલકની ઓળખ કમલેશ ચંદ્રા નિવાસી ભરેટા, સદર, હમીરપુર તરીકે થઈ છે. પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે કે કમલેશ બદ્દીમાં કામ કરતો હતો અને ઘુમરવીનથી હમીરપુર જઈ રહ્યો હતો.

એવું માનવામાં આવે છે કે તે ડ્રાઇવિંગ કરતી વખતે અચાનક ઊંઘી ગયો હતો અને તેના કારણે તે વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી ટ્રક સાથે અથડાયો હતો. જોકે, અકસ્માતના કારણની તપાસ કરવામાં આવી રહી છે. બિલાસપુર પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે અને કારણની તપાસ કરી રહી છે. ડીએસપી અનિલ ઠાકુરે જણાવ્યું કે પોલીસે કેસ નોંધી લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *