જોતજોતામાં આખી રીક્ષા અમદાવાદના રોડમાં સમાઈ ગઈ- ભૂવો એટલો મોટો હતો કે…

Published on Trishul News at 2:33 PM, Tue, 28 September 2021

Last modified on September 28th, 2021 at 2:33 PM

અમદાવાદ(ગુજરાત): અવારનવાર અમદાવાદ શહેર(Ahmedabad city)માં રોડ પર ભૂવા પડવા(Eyebrows falling on the road)ની ઘટનાઓ બનતી હોય છે. તેમ છતાંય તંત્ર માત્ર પ્રિ મોન્સૂન કામગીરી(Pre-monsoon operations)ના માત્ર આંકડા જ બતાવીને સંતોષ માની જાય છે. તે દરમિયાન આજે સવારે શહેરમાં સરખેજના અંબર ટાવર રોડ પર ભૂવો પડ્યો હતો. ત્યારે ત્યાંથી પસાર થતી રીક્ષા ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી. સદનસીબે તેમાં કોઈ મુસાફર ન હોવાથી માત્ર ચાલકને જ સામાન્ય ઈજા પહોંચી હતી.

ભૂવામાં રીક્ષા ખાબકતા સ્થાનિક લોકો ત્યાં આવી પહોચ્યા હતા. ત્યારબાદ રીક્ષા ચાલકને બહાર કાઢ્યો હતો. આ ઉપરાંત ક્રેન દ્રારા રીક્ષાને પણ બહાર કાઢવામાં આવી હતી. ડ્રેનેજ લાઈનોમાં ભંગાણના કારણે આવા ભુવા પડી ગયા છે. ઈજનેર વિભાગના અધિકારીઓ આવી જુની ડ્રેનેજલાઈનને તપાસી તેમાં ભંગાણ અંગે કોઈ તપાસ કરતી નથી.

અમદાવાદના પોશ કહી શકાય તેવા વસ્ત્રાલ વિસ્તારના મુખ્ય માર્ગ પર ચાર દિવસ પહેલાં જ ભુવો પડ્યો હતો. ભુવો સુર્યમ ગ્રિન્સ ચાર રસ્તા પર પડ્યો હતો. વાહનચાલકોને જોખમ ન પડે તે માટે મોડી રાતે સ્થાનિકો ત્યાં આવી પહોચ્યાં હતા અને ભુવાને ફરતા પથ્થરો મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ ભુવાની અંદર લાકડી મૂકીને લોકોને ચેતાવ્યા હતા. હાલમાં જ ઉસ્માનપુરા વિસ્તારમાં પડેલા ભૂવામાં એક મહિલા પડી ગઈ હતી.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે જ રોડ પર ભૂવા પડવા લાગ્યા છે. જેના લીધે લોકો પરેશાન થતાં હોય છે. આ પહેલા અમદાવાદ શહેરના ઠક્કરબાપા નગર ચાર રસ્તા પર પણ ભૂવો પડ્યો હતો. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનએ ખોદકામની કામગીરી કરી યોગ્ય પુરાણ કર્યું નથી જેને કારણે ભૂવો પડ્યો હતો. 2 મહિના કરતા વધુ સમયથી ભૂવો પડવા છતાં કોઈ કામગીરી ન કરતા રોડ બેસી ગયો હતો. રોડ બેસી ગયા પછી પણ કોર્પોરેશનએ યોગ્ય બેરિકેડિંગ પણ કર્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "જોતજોતામાં આખી રીક્ષા અમદાવાદના રોડમાં સમાઈ ગઈ- ભૂવો એટલો મોટો હતો કે…"

Leave a comment

Your email address will not be published.


*