ઘરે બેઠા કમાવ 36 લાખ રૂપિયા, માત્ર જરૂર પડશે તમારા મોબાઇલ ફોનની

ભારતમાં લેવડ-દેવણ માટે UPI ઝડપથી પોપ્યુલર થઇ રહ્યું છે. રિપોર્ટ મુજબ દર મહિને UPIના માધ્યમથી 1 અરબ ટ્રાન્જેક્શન થાય છે, જેમાં ફીચર ફોન દ્વારા 1…

ભારતમાં લેવડ-દેવણ માટે UPI ઝડપથી પોપ્યુલર થઇ રહ્યું છે. રિપોર્ટ મુજબ દર મહિને UPIના માધ્યમથી 1 અરબ ટ્રાન્જેક્શન થાય છે, જેમાં ફીચર ફોન દ્વારા 1 લાખથી પણ ઓછું ટ્રાંજેક્શન થાય છે, અને બીજી સ્માર્ટફોનથી કરવામાં આવે છે. એવું એટલા માટે થાય છે કે ફીચર ફોનથી પેમેન્ટ કરવા માટે ઘણાં યુઝર્સને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમાં જે તકલીફ પડે છે તેના કારણે ઉપયોગ ઓછો કરે છે. જેના કારણે મનાય છે કે લોકો આવા ફોનથી ટ્રાજેક્શન કરવાનું ટાળે છે.

એટલું જ નહીં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પણ દાવો કર્યો છે કે ફિચર ફોનથી *99#ડાયલ કરી બહુ ઓછી પૈસાની લેવડ દેવડ થાય છે. પેમેન્ટ માટે ફિચર ફોનની મુશ્કેલીઓ દૂર કરવા અને આ કામને સરળ બનાવવા માટે બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને NPCI સાથે ભાગીદારી કરી છે.


બિલ ગેટ્સે ‘Grand Challenge Payments Using Feature phones’ નામની એક ચેલેન્જ રાખી છે. જેમાં દુનિયાભરના સ્ટાર્ટ અપ કે કોઇ પણ વ્યક્તિ ભાગ લઇને ફિચર ફોનમાં ડિજિટલ પેમેન્ટને લઇને આવનારી મુશ્કેલીઓને ઠીક કરનારે ઇનામ આપશે.

જેમાં દુનિયાભરના સ્ટાર્ટ-અપ અથવા કોઈ વ્યક્તિ ભાગ લઈને ફીચર ફોનમાં ડિજિટલ પેમેન્ટ લઈ જે પણ તકલીફ આવી રહી છે તેને દૂર કરી શકે છે. ચેલેન્જ માટે બનાવામાં આવેલી વેબ પોર્ટલ મુજબ, પાર્ટિસિપેટ કરનારા ફોનના પેમેન્ટને સરળ બનાવાનું હશે, લેણ-દેણના અનુભવને વધુ સારું બનાવશે. સાથે એવા ઉપાય કરવાના રહેશે જે સિક્યોરિટી ફીચર અને લેણ-દેણમાં આવી રહેલી કોણ પણ પ્રકારની તકલીફને ઓટોમેટિક રીતે દૂર થઈ જશે. આ બધી વસ્તુ જે સરળતાથી પાર કરશે એટલે કે જે વિજેતા બનશે તેને બિલ ગેટ્સ 36 લાખ રૂપિયાનું રિવાર્ડ ઓફર કરી રહ્યા છે.

કેવી રીતે કરવું એપ્લાય?

તેમાં ભાગ લેવાની છેલ્લી તારીખ 12 જાન્યુઆરી 2020 છે. શોર્ટલિસ્ટ થયેલા પાર્ટિસિપેન્ટને NPCI APIs એક્સેસ આપવામાં આવશે. પછી તેને બતાવેલા ટેક્નિકલ પેરામીટરનો ઉપયોગ કરીને ફીચર ફોનની પેમેન્ટ સિસ્ટમમાં તકલીફ છે તે દૂર કરવાની રહેશે. વિજેતાની જાહેરાત 14 માર્ચ 2020ના દિવસે કરવામાં આવશે. તેમાં ત્રણ વિજેતા પસંદ કરવામાં આવશે. પહેલાને 50 હજાર ડોલર એટલે કે 35,84,275 રૂપિયા, બીજાને 21,50,565રૂપિયા અને ત્રીજાને 14,33, 710 રૂપિયા આપશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *